વિમેન્સ પ્રીમિયર લીગ 2024ની ફાઇનલમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 17 માર્ચ, રવિવારના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સને આઠ વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે, સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની RCBએ WPL 2024નું ટાઇટલ કબજે કર્યું.
બીજી તરફ પાકિસ્તાન સુપર લીગની ફાઈનલ આજે 18 માર્ચે રમાશે. આ અવસર પર, ચાલો બંને લીગની ઈનામી રકમ પર એક નજર કરીએ.
વાસ્તવમાં, પાકિસ્તાને ભારતમાં રમાતી ટૂર્નામેન્ટ આઈપીએલની તર્જ પર પાકિસ્તાન સુપર લીગ શરૂ કરી હતી, પરંતુ જ્યારે ઈનામની રકમની વાત આવે છે, તો પાકિસ્તાન વિમેન્સ પ્રીમિયર લીગ આઈપીએલથી ઘણી દૂર છે.
RCBએ WPL 2024નો ખિતાબ જીતીને 6 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જ્યારે આ સિઝનમાં ઉપવિજેતા રહેલી દિલ્હી કેપિટલ્સ ટીમને 3 કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું છે. જ્યારે પાકિસ્તાન સુપર લીગમાં ફાઈનલની વિજેતા ટીમને 120 મિલિયન પાકિસ્તાની રૂપિયા એટલે કે ભારતીય ચલણમાં 3.5 કરોડ રૂપિયા ઈનામી રકમ તરીકે મળશે, જ્યારે ઉપવિજેતા ટીમને 1.4 કરોડ રૂપિયા મળશે, જે WPLની સરખામણીમાં અડધા છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની ઈનામી રકમની વાત કરીએ તો, છેલ્લી આઈપીએલ 2023માં ફાઈનલ જીતનાર ચેન્નાઈ સુપર કિંગ્સે 20 કરોડ રૂપિયાની ઈનામી રકમ મેળવી હતી, જ્યારે ઉપવિજેતા ગુજરાત ટાઈટન્સને 12.5 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી હતી. અને આ ટુર્નામેન્ટમાં બંનેની ઈનામી રકમમાં ઘણો તફાવત છે.
પાકિસ્તાન સુપર લીગ 2024ની ફાઇનલ મેચ આજે 18 માર્ચે મુલ્તાન સુલ્તાન અને ઇસ્લામાબાદ યુનાઇટેડ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ હાઈ-વોલ્ટેજ મેચ કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાશે.
