આજે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ નો બીજો દિવસ છે આજે દિવસની શરૂઆતમાં ભારતના બોલરોની ફાસ્ટ બોલિંગના પરિણામે ભારતને 5મી સફળતા મળી છે. ઉલ્લેખની છે કે ગત રોજ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ ભારતના બોલરો સામે શ્રેષ્ઠ બેટિંગનું પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયાને આ ટેસ્ટ મેચમાં ઉત્તમ લીડ અપાવવાનો પ્રયત્ન કર્યો હતો ,જેના પરિણામે માત્ર ત્રણ વિકેટના નુકસાને ઓસ્ટ્રેલિયાનો સ્કોર 300 રનને પાર પહોંચી ગયો હતો.
ભારતનો ડબલ અટેક#INDvsAUS #WTCFinal #WTCFinal2023 #MohammedSiraj #MohammedShami pic.twitter.com/VrDgU7v5kj
— Cricowl (@Cricowlofficial) June 8, 2023
ઓસ્ટ્રેલિયાની બેટિંગ લાઇન અપ સામે ભારતીય ટેસ્ટ બોલેરો એ આજે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયાની ચોથી વિકેટ લીધી હતી. ઉલ્લેખની છે કે આ મહત્વપૂર્ણ ટેસ્ટ મેચમાં ટોસ હાર્યા છતાંય ઓસ્ટ્રેલિયાની ટીમને સારી બેટીંગ કરીને ભારતીય ટેસ્ટ બોલરોની ઊંઘ રામ કરી નાખી હતી, જેના પડતા જવાબ રૂપે આજે દિવસની શરૂઆતમાં મોહમ્મદ શિરાજે ઓસ્ટ્રેલિયા ની ચોથી વિકેટ ઉખાડી પેકિંગ જવાબ આપ્યો હતો.
ભારતનો ડબલ અટેક#INDvsAUS #WTCFinal #WTCFinal2023 #MohammedSiraj #MohammedShami pic.twitter.com/N9CC4YhqKR
— Cricowl (@Cricowlofficial) June 8, 2023
ઓસ્ટ્રેલિયાની બેટિંગ લાઇન અપ પર પ્રહાર કરવા માટે આજે સીરાજ બાદ શામીએ પણ વિકેટ લઈને ભારતને 5મી સફળતા અપાવી હતી.