LATEST

WTC ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ નવી ટ્રેનિંગ કિટમાં શરૂ કરી તૈયારી, જુઓ

Pic- my khel

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તાજેતરમાં જ Adidas સાથે ટીમ ઈન્ડિયાની નવી જર્સી સ્પોન્સર તરીકે જોડાણ કર્યું છે. એડિડાસે કિલર જીન્સનું સ્થાન લીધું છે. BCCIએ કેટલીક તસવીરો શેર કરીને ટીમ ઈન્ડિયાની નવી ટ્રેનિંગ કીટનું અનાવરણ કર્યું છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પહેલા બીસીસીઆઈએ ઈંગ્લેન્ડમાં તૈયારીમાં લાગેલા ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફના ફોટા શેર કરીને નવી ટ્રેનિંગ કીટ જાહેર કરી છે. તસવીરોમાં કોચ રાહુલ દ્રવિડની સાથે કોચિંગ સ્ટાફ પણ નવી ટ્રેનિંગ કિટમાં જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે IPL પ્લેઓફની ટીમો નક્કી થયા બાદ ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓ ઈંગ્લેન્ડ પહોંચી ગયા છે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ નવી ટ્રેનિંગ કીટ સાથે મેદાનમાં જોવા મળ્યા હતા. ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવની સાથે સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ નવી ટ્રેનિંગ કીટમાં દેખાયો, જેની તસવીરો BCCI દ્વારા શેર કરવામાં આવી છે. વિરાટ કોહલી પણ ઈંગ્લેન્ડ પહોંચી ગયો છે, જોકે આ તસવીરોમાં તે દેખાઈ રહ્યો નથી. આઈપીએલ ફાઈનલ બાદ કેપ્ટન રોહિત શર્મા તેમજ બાકીના ખેલાડીઓ ઈંગ્લેન્ડ જવા રવાના થશે.

ઉલ્લેખનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 થી 11 જૂન વચ્ચે ઈંગ્લેન્ડના ‘ધ ઓવલ’માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાની છે. ભારતીય ટીમ સતત બીજી વખત WTCની ફાઇનલમાં પહોંચી છે.

Exit mobile version