ભારતના મહાન ખેલાડી યુવરાજ સિંહે તેની સર્વકાલીન શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન પસંદ કરી. યુવરાજ સિંહે મહાન ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને તેની સર્વકાલીન શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યો નથી.
તેણે પોતાની ટીમમાં માત્ર ત્રણ ભારતીય ખેલાડીઓનો સમાવેશ કર્યો છે. આ સિવાય તેણે ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ ખેલાડીઓને સામેલ કર્યા છે. તેણે પોતાની ટીમનો 12મો ખેલાડી જાહેર કર્યો છે.
યુવરાજ સિંહે પોતાની ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે રિકી પોન્ટિંગ અને સચિન તેંડુલકરને પસંદ કર્યા છે. તેણે રોહિત શર્મા અને વિરાટ કોહલીને નંબર ત્રણ અને ચાર સ્થાન માટે પસંદ કર્યા છે. તેણે નંબર 5 માટે એબી ડી વિલિયર્સની પસંદગી કરી છે. ઓલરાઉન્ડર તરીકે તેણે એન્ડ્રુ ફ્લિન્ટોફને ટીમમાં સામેલ કર્યો છે. ટીમનો વિકેટકીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટ હશે.
યુવરાજ સિંહે પોતાની ટીમમાં ફાસ્ટ બોલર તરીકે ગ્લેન મેકગ્રા અને વસીમ અકરમની પસંદગી કરી છે. ટીમમાં બે સ્પિનરો હશે. તેમાં શેન વોર્ન અને મુરલીધરનનો સમાવેશ કરવામાં આવ્યો છે. યુવરાજ સિંહે પોતાને 12મા ખેલાડી તરીકે સામેલ કર્યો છે.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ યુવરાજ સિંહની કેપ્ટન્સીમાં ભારત ચેમ્પિયન્સે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની ફાઇનલમાં પાકિસ્તાન ચેમ્પિયન્સને પાંચ વિકેટથી હરાવ્યું હતું. પાકિસ્તાને ભારતને 157 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઈન્ડિયા ચેમ્પિયન્સે 5 બોલ બાકી રહેતા આ સ્કોર હાંસલ કર્યો હતો.
યુવરાજનો ઓલ ટાઈમ બેસ્ટ 11:
સચિન તેંડુલકર, રિકી પોન્ટિંગ, રોહિત શર્મા, વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ, એડમ ગિલક્રિસ્ટ, શેન વોર્ન, મુથૈયા મુરલીધરન, ગ્લેન મેકગ્રા, વસીમ અકરમ, એન્ડ્રુ ફ્લિન્ટોફ

