વર્લ્ડ કપ ક્વોલિફાયર 2023ની 18મી મેચમાં નેધરલેન્ડે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. નિર્ધારિત 100 ઓવરની રમતમાં કુલ 748 રન બનાવ્યા હતા, પરંતુ તેમ છતાં મામલો સુપર ઓવર સુધી પહોંચી ગયો હતો.
જ્યાં નેધરલેન્ડના વેન બીકે બેટથી તરખાટ મચાવીને વેસ્ટ ઈન્ડિઝને સ્તબ્ધ કરી દીધું હતું. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે નિકોલસ પૂરનની સદીના આધારે બોર્ડ પર 374 રન બનાવ્યા હતા. નેધરલેન્ડે પણ મેચ ટાઈ કરવા માટે નિર્ધારિત 50 ઓવરમાં એટલા જ રન બનાવ્યા હતા. ત્યારપછી સુપર ઓવરમાં વાન બીકની તબાહી સર્જાઈ જે દરેક ક્રિકેટ ચાહકોને લાંબા સમય સુધી યાદ રહેશે.
નેધરલેન્ડની ઈનિંગ દરમિયાન જેસન હોલ્ડરે વેસ્ટ ઈન્ડિઝ માટે ઘણી મુશ્કેલ ઓવરો ફેંકી હતી, જેના કારણે ટીમ મેનેજમેન્ટે તેને સુપર ઓવરની જવાબદારી પણ સોંપી હતી. પરંતુ અહીં વેન બીકના ઇરાદા અલગ હતા. તેણે જેસન હોલ્ડરની ઓવરમાં ફોર સાથે શરૂઆત કરી હતી. આ પછી પણ વેન બીક રોકાયો ન હતો, ઓવરના આગામી 5 બોલ બાઉન્ડ્રી સુધી લઈ કુલ સ્કોર 30 રન સુધી લઈ ગયો હતો. વેન બીકે આ સમયગાળા દરમિયાન કુલ ત્રણ ચોગ્ગા અને આટલા છગ્ગા ફટકાર્યા હતા.
ક્રિકેટના ઈતિહાસમાં સુપર ઓવરમાં ટીમ અને બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલા આ સૌથી વધુ રન હતા. હા, આ પહેલા સુપર ઓવરમાં કોઈ ખેલાડી દ્વારા સૌથી વધુ રન ક્રિસ ગેલ અને વેસ્ટ ઈન્ડિઝની ટીમના નામે હતા. 2008માં ન્યુઝીલેન્ડ સામેની સુપર ઓવરમાં વિન્ડીઝે ગેલના તોફાનના આધારે સુપર ઓવરમાં 25 રન બનાવ્યા હતા.
પુરુષોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (ફોર્મેટ)માં સુપર ઓવરમાં સૌથી વધુ રન
30/0 – નેધરલેન્ડ્સ વિ વેસ્ટ ઈન્ડિઝ, હરારે, 2023 (ODI)
25/1 – વેસ્ટ ઈન્ડિઝ વિ ન્યુઝીલેન્ડ, ઓકલેન્ડ, 2008 (T20)
22/1 – યુએસએ વિ કેનેડા, એન્ટિગુઆ, 2021 (T20)
20/0 – ભારત વિ ન્યુઝીલેન્ડ, હેમિલ્ટન, 2020 (T20)
Crazy SUPER OVER between Netherlands and West Indies
Netherlands – 4,6,4,6,6,4
West Indies – 6,1,1,W,W
NED won the Super over by 22 runs
Logan Van Beek , The hero of the Match 🔥🔥🔥pic.twitter.com/aLDezsBdjw
— . (@MSD_071113_) June 26, 2023