ODI વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થવાનો છે. તમામ ક્રિકેટ પ્રેમીઓ આ દિવસની રાહ જોઈ રહ્યા છે. ભારતમાં યોજાનાર આ વર્લ્ડ કપમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ જોવા મળશે. પરંતુ શું તમે જાણો છો કે વર્લ્ડ કપના ઈતિહાસમાં કયા ખેલાડીએ સૌથી વધુ સિક્સ ફટકારી છે? તમને જાણીને નવાઈ લાગશે કે ટોપ ફાઈવમાં એક પણ ભારતીય બેટ્સમેન નથી.
ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલના નામે છે, જેણે 35 મેચમાં કુલ 49 સિક્સર ફટકારી છે. આ દરમિયાન તેના બેટમાંથી 1186 રન નીકળ્યા હતા. બીજા નંબર પર દક્ષિણ આફ્રિકાનો તોફાની બેટ્સમેન એબી ડી વિલિયર્સ છે.
ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર સાથે ટોચના 5 ખેલાડીઓ
1. ક્રિસ ગેલ: મેચ – 35, રન – 1186, છગ્ગા – 49, ઉચ્ચ સ્કોર – 215
2. એબી ડી વિલિયર્સ: મેચ – 23, રન – 1207, સિક્સર – 31, ઉચ્ચ સ્કોર – 162*
3. રિકી પોન્ટિંગ: મેચ-46, રન – 1753, સિક્સર – 31, ઉચ્ચ સ્કોર – 140*
4. બ્રેન્ડન મેક્કુલમ: મેચ – 34, રન – 742, છગ્ગા – 29
5. હર્શેલ ગિબ્સ: મેચ-25, રન – 1067, છગ્ગા – 28, ઉચ્ચ સ્કોર 143
સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલામાં એક પણ ભારતીય ખેલાડી ટોપ પાંચમાં સામેલ નથી. છઠ્ઠા નંબર પર રહેલા મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે 45 વર્લ્ડ કપ મેચમાં 27 સિક્સર ફટકારી છે.