ODIS

વર્લ્ડ કપ પહેલા શ્રીલંકાને લાગ્યો મોટો ફટકો, આ ખેલાડી થયો બહાર થયો

pic- crictoday

આ વર્ષે ભારતમાં ODI વર્લ્ડ કપ રમાવાનો છે. આ ટુર્નામેન્ટ માટે લગભગ મોટાભાગની ટીમોની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાન વર્લ્ડ કપ પહેલા એક ટીમને મોટો આંચકો લાગ્યો છે. આ ખેલાડીના શાનદાર પ્રદર્શનને કારણે ટીમ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગઈ હતી.

આ ખેલાડી બીજું કોઈ નહીં પણ શ્રીલંકાના સ્ટાર સ્પિન બોલર વાનિન્દુ હસરંગા છે. વાનિંદુ હસરંગા ઈજાના કારણે વર્લ્ડ કપમાં શ્રીલંકાની ટીમનો ભાગ નહીં હોય. તેની બાદબાકીથી શ્રીલંકાની ટીમના વર્લ્ડ કપ મિશનને મોટું નુકસાન થયું છે.

વાનિન્દુ હસરંગા ઈજાના કારણે તાજેતરમાં રમાયેલા એશિયા કપમાં પણ શ્રીલંકાની ટીમ તરફથી રમી શક્યો ન હતો. હસરંગા એશિયા કપ પહેલા ઈજાગ્રસ્ત થયો હતો. આ ટુર્નામેન્ટ પહેલા તે લંકા પ્રીમિયર લીગ પણ રમ્યો હતો. જ્યાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. લંકા પ્રીમિયર લીગમાં, હસરંગા 279 રન સાથે સૌથી વધુ રન બનાવનાર અને 19 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે ODI વર્લ્ડ કપ ક્વોલિફાયર્સમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું અને તેની ટીમને વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરાવ્યું. એકંદરે કહીએ તો તે સારા ફોર્મમાં હતો.

વર્લ્ડ કપ પહેલા ઈજાઓએ શ્રીલંકન ટીમને ખરાબ રીતે પરેશાન કરી છે. હસરંગા ઉપરાંત શ્રીલંકાના અન્ય બે ખેલાડીઓ હાલમાં ઈજાના કારણે ટીમની બહાર છે.

Exit mobile version