ODIS

પાકિસ્તાનને હરાવ્યા બાદ અફઘાનિસ્તાનના ખેલાડીઓની ભવ્ય ઉજવણી, જુઓ

pic- arab news

વર્લ્ડ કપ 2023 ની 22મી મેચ સોમવારે, 23 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન (PAK vs AFG) વચ્ચે રમાઈ હતી, જેમાં અફઘાન ટીમે 8 વિકેટે શાનદાર વિજય નોંધાવ્યો હતો. મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 7 વિકેટ ગુમાવીને 282 રન બનાવ્યા હતા.

જવાબી ઇનિંગ્સમાં, હશમતુલ્લાહ શાહિદીની આગેવાની હેઠળની અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે બે વિકેટ ગુમાવ્યા બાદ છ બોલ બાકી રહેતા આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. અફઘાનિસ્તાનના ખેલાડીઓએ પાકિસ્તાન સામેની પ્રથમ વનડે જીતની ઉજવણી ખાસ રીતે કરી હતી, જેનો વીડિયો ICCએ શેર કર્યો હતો.

જણાવી દઈએ કે અફઘાનિસ્તાન તરફથી આ જીતના હીરો રહેમાનુલ્લાહ ગુરબાઝ (65), ઈબ્રાહિમ ઝદરાન (87), હશમતુલ્લાહ શાહિદી (48*) અને રહેમત શાહ (77*) હતા. જ્યારે વિજયી શોટ કેપ્ટન શાહિદીના બેટમાંથી આવ્યો હતો. 49મી ઓવરના છેલ્લા બોલ પર તેણે શાહીન આફ્રિદી સામે ચોગ્ગો ફટકાર્યો, ત્યારબાદ કેપ્ટને બૂમો પાડીને જીતની ઉજવણી કરી. પછી તે તેના ભાગીદાર રહેમત પાસે આવ્યો, જે જીત માટે અલ્લાહનો આભાર માની રહ્યો હતો. ડગઆઉટમાં પણ અફઘાનિસ્તાનના તમામ ખેલાડીઓ એકબીજાને ગળે મળીને વિજયની શુભેચ્છા પાઠવતા જોવા મળ્યા હતા.

Exit mobile version