એશિયા કપ 2023 શરૂ થવામાં માત્ર થોડા જ દિવસો બાકી છે, એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે. આ વખતે એશિયા કપની યજમાની પાકિસ્તાન કરી રહી છે, જોકે મેચ પાકિસ્તાન અને શ્રીલંકા બંનેમાં રમાશે.
એશિયા કપની ચાર મેચ પાકિસ્તાનમાં રમાશે જ્યારે બાકીની નવ મેચ શ્રીલંકામાં રમાશે. એશિયા કપમાં ટીમ ઈન્ડિયા પોતાની તમામ મેચ શ્રીલંકામાં રમશે. ભારત અને પાકિસ્તાન (IND vs PAK)ની ટીમો એશિયા કપમાં ફરી એકવાર ટકરાવા માટે તૈયાર છે, બંને વચ્ચેની આ મેચને લઈને દર્શકોમાં ભારે ઉત્તેજના છે, પરંતુ એવા પણ અહેવાલો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ રદ્દ કરવામાં આવશે.
એશિયા કપમાં ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચેની મેચ લીગ તબક્કામાં 2 સપ્ટેમ્બરના રોજ રમાવાની છે. દરમિયાન એવા સમાચાર સાંભળવા મળી રહ્યા છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ રદ્દ થઈ શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ કોઈ રાજકીય કારણોસર નહીં પરંતુ વરસાદના કારણે રદ્દ થઈ શકે છે. ભારત અને પાકિસ્તાનની આ મેચ શ્રીલંકાના કેન્ડી શહેરમાં રમાવાની છે. જ્યાં AccuWeatherના રિપોર્ટ અનુસાર મેચના દિવસે 40 ટકા વરસાદ પડી શકે છે. તેવી જ રીતે કેન્ડી શહેરમાં મેચના એક દિવસ પહેલા પણ વરસાદ પડવાની 51 ટકા શક્યતા છે, તેથી જો ભારત-પાકિસ્તાન વચ્ચેની આ મેચમાં વરસાદ થશે તો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહેલા ચાહકોની અપેક્ષાઓ પર પણ વરસાદ પડશે.
