ODIS

એશિયા કપ માટે પાકિસ્તાનની ટીમની જાહેરાત, આ દિવસે ભારત-પાકની મેચ

Pic- India Post English

એશિયા કપ 2023 પાકિસ્તાન અને શ્રીલંકામાં રમાશે, જેની શરૂઆત 31 ઓગસ્ટથી થશે અને ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરે રમાશે. ભારતે પાકિસ્તાનમાં રમવાનો ઇનકાર કર્યા બાદ એશિયા કપને હાઇબ્રિડ મોડલ હેઠળ આયોજિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ દરમિયાન એશિયા કપને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ACC મેન્સ ઇમર્જિંગ એશિયા કપ 2023 માટે તેની ટીમની જાહેરાત કરી છે. ACC મેન્સ ઇમર્જિંગ એશિયા કપ 2023 14મી જુલાઈથી શરૂ થવા જઈ રહ્યો છે.

પાકિસ્તાને ACC મેન્સ ઇમર્જિંગ એશિયા કપ 2023 માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. 22 વર્ષીય યુવા ખેલાડી મોહમ્મદ હરિસને પાકિસ્તાન ક્રિકેટ ટીમની કપ્તાની સોંપવામાં આવી છે. આ સિવાય ઉમર બિન યુસુફને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 22 વર્ષીય હરિસે પાકિસ્તાન માટે અત્યાર સુધીમાં પાંચ વનડે અને નવ ટી-20 મેચ રમી છે. તે એપ્રિલ-મેમાં ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામેની ODI અને T20I ટીમનો ભાગ હતો.

ભારત અને પાકિસ્તાનની ટીમો 16 જુલાઈએ એકબીજા સામે મેદાનમાં ઉતરશે. આ ટુર્નામેન્ટ 14 થી 23 જુલાઈ દરમિયાન શ્રીલંકામાં યોજાશે. આ ટુર્નામેન્ટમાં 8 દેશોની ‘A’ ટીમો ભાગ લઈ રહી છે. ભારત-એ અને પાકિસ્તાન-એની ટીમોને નેપાળ-એ અને શ્રીલંકા-એ સાથે ગ્રુપ-એમાં રાખવામાં આવી છે. દરેક ગ્રૂપમાંથી ટોપ-2 ટીમ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. પાકિસ્તાનની ટીમ તેની પ્રથમ મેચ 14 જુલાઈએ નેપાળ સામે રમશે. ભારતીય ટીમ તેની બીજી મેચ 18 જુલાઈએ શ્રીલંકા A સામે રમશે.

Exit mobile version