ફિંચે જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટ અને 2023 માં યોજાનારી ટૂર્નામેન્ટ માટેની રણનીતિ ચાલી રહી છે…
ઓસ્ટ્રેલિયાની મર્યાદિત ઓવર્સ ટીમના કેપ્ટન એરોન ફિંચે કહ્યું છે કે તેણે ભારતમાં 2023 વર્લ્ડ કપ પર નજર રાખી છે અને આ વર્ષે યોજાનારા ટી 20 વર્લ્ડ કપ અંગે સતત વિચારી રહ્યો છે.
ફિંચે એક રેડિયોમાં જણાવ્યું હતું કે, “હું ક્રિકેટ વિશે વિચારતો રહું છું, ખાસ કરીને કેપ્ટન તરીકે અને ટુર્નામેન્ટ્સ જે હવે આવી રહી છે, જેમ કે ટી 20 વર્લ્ડ કપ -2020, જ્યારે પણ હોય ત્યારે અને આ ઉપરાંત હું 2023 ની વન-ડે વર્લ્ડ કપ વિશે પણ વિચારું છું.”
આ વર્ષે 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી ટી 20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં યોજાનાર છે, પરંતુ કોરોનાવાયરસને કારણે તેને સંકટના વાદળનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે ફિંચે જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટ અને 2023 માં યોજાનારી ટૂર્નામેન્ટ માટેની રણનીતિ ચાલી રહી છે.
2023 વર્લ્ડ કપ ભારતમાં ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન યોજાશે
ફિંચે કહ્યું, “વનડેમાં આપણે 2023 થી શરૂઆતથી જ શરૂઆત કરવી પડશે અને વિશ્વ કપ જીતવા માટે કેવી રણનીતિ ની જરૂર છે તે જોવું પડશે. અને ભારતમાં આપણને કેવી ટીમની જરૂર પડશે એ પણ ધ્યાન દેવું પડશે. જેમકે બે સ્પિનરો અથવા એક વધારાનો ઓલરાઉન્ડર હશે અને ત્યાં કઈ પ્રકારની વસ્તુની જરૂર છે.
તેણે કહ્યું, “જો આપણે કંઈક નવું જોશું જેની મેચ પર મોટી અસર પડી શકે છે .. અમારે ખાતરી કરવી પડશે કે તેનો સારો અનુભવ છે કારણ કે સેમીફાઈનલ જેવી હાઈ પ્રેશર મેચમાં તમે તેની અપેક્ષા કરતા નથી. ખાલી તેમની પાસે સારો ફોર્મ, સારો અનુભવ હોવો જોઈએ જેથી તેઓ આંતરરાષ્ટ્રીય ધોરણથી આરામદાયક હોય.”