ICC વર્લ્ડ કપ 2023 માટે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારત પહોંચી ગઈ છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમ 26 સપ્ટેમ્બરે લાહોરથી રવાના થઈ હતી, ત્યારબાદ દુબઈ થઈને 27 સપ્ટેમ્બરની રાત્રે હૈદરાબાદ પહોંચી હતી.
પાકિસ્તાન ક્રિકેટ ટીમનું હૈદરાબાદમાં ઉષ્માભર્યું સ્વાગત થયું, પાકિસ્તાનની ટીમે તેની પ્રથમ બે મેચ હૈદરાબાદમાં જ રમવાની છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ, વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન અને શાહીન આફ્રિદીએ સોશિયલ મીડિયા દ્વારા ભારતમાં સ્વાગત અંગે પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. ભવ્ય સ્વાગતનો ફોટો શેર કરતા બાબર આઝમે લખ્યું કે હૈદરાબાદમાં મળેલા પ્રેમ અને સમર્થનથી અમે અભિભૂત થયા છીએ.
પાકિસ્તાન ક્રિકેટ ટીમ પણ પોતાની પ્રેક્ટિસ મેચ હૈદરાબાદમાં રમવાની છે. 29 સપ્ટેમ્બરે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રેક્ટિસ મેચ રમાવાની છે. જે ખાલી સ્ટેડિયમમાં રમાશે. સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. બાબર આઝમ સિવાય મોહમ્મદ રિઝવાને પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ભારતમાં સ્વાગત પર પોતાની પ્રતિક્રિયા આપી છે. રિઝવાને લખ્યું, ‘અહીંના લોકોએ અમારું શાનદાર સ્વાગત કર્યું. બધું ખૂબ સરળ હતું. આગામી 1.5 મહિનાની રાહ જોઈ રહ્યા છીએ.
Mohammed Rizwan's Instagram story.
The hospitality of India is top class and Pakistani players have loved it! pic.twitter.com/fGbDH6uZOo
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 28, 2023
પાકિસ્તાન ક્રિકેટ ટીમને ICC વર્લ્ડ કપમાં તેની પ્રથમ મેચ 6 ઓક્ટોબરે નેધરલેન્ડ સામે રમવાની છે. આ પછી પાકિસ્તાને તેની બીજી મેચ 10 ઓક્ટોબરે હૈદરાબાદમાં જ શ્રીલંકા સામે રમવાની છે. આ પછી પાકિસ્તાન ક્રિકેટ ટીમ તેની ત્રીજી ગ્રુપ મેચ ભારત સામે 14 ઓક્ટોબરે અમદાવાદમાં રમશે. 20 ઓક્ટોબરે બેંગલુરુમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે.
Babar Azam's Instagram story on the warm welcome in Hyderabad. pic.twitter.com/P4qBhsA7Xr
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 28, 2023
પાકિસ્તાન 23 ઓક્ટોબરે ચેન્નાઈમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે. પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 27 ઓક્ટોબરે ચેન્નાઈમાં મેચ રમાશે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે 31 ઓક્ટોબરે કોલકાતામાં મેચ રમાશે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે 4 નવેમ્બરે બેંગલુરુમાં મેચ રમાશે. 11 નવેમ્બરે, પાકિસ્તાન તેની છેલ્લી લીગ મેચ કોલકાતામાં રમશે, જે ઈંગ્લેન્ડ સામે હશે. જો પાકિસ્તાન સેમિફાઈનલમાં પહોંચશે તો તેની મેચ કોલકાતામાં યોજાશે.
Instagram story of Shaheen Shah Afridi.
– This is beautiful. pic.twitter.com/z5bY88iSbP
— Johns. (@CricCrazyJohns) September 27, 2023

