બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના બેટ્સમેન નજમુલ હુસૈન શાંતો હેમસ્ટ્રિંગની ઈજાને કારણે એશિયા કપ 2023માંથી બહાર થઈ ગયા છે. તેના સ્થાને અનુભવી બેટ્સમેન લિટન દાસનો ટીમમાં સમાવેશ નિશ્ચિત છે.
બાંગ્લાદેશનો અનુભવી વિકેટકીપર અને ઓપનર બેટ્સમેન લિટન દાસ વાયરલ ફીવરને કારણે એશિયા કપની પ્રારંભિક ટીમનો ભાગ બની શક્યો નથી. જો કે, હવે તે એકદમ ઠીક છે, પરંતુ હવે છેલ્લી મેચમાં અફઘાનિસ્તાન સામે સદી ફટકારનાર નઝમુલ હુસૈન શાંતો ટીમની બહાર છે.
આ ટુર્નામેન્ટની શરૂઆત બાંગ્લાદેશની ટીમ માટે સારી રહી ન હતી. તેઓ શ્રીલંકા દ્વારા સરળતાથી પરાજય પામ્યા હતા, પરંતુ તેની બીજી મેચમાં બાંગ્લાદેશે પુનરાગમન કર્યું હતું અને અફઘાનિસ્તાનને 89 રને હરાવીને સુપર-4માં સ્થાન નિશ્ચિત કર્યું હતું.
બાંગ્લાદેશની ટીમ પોતાના ખેલાડીઓની ઈજાથી ઘણી પરેશાન છે. શાંતોએ અફઘાનિસ્તાન સામે 105 બોલમાં 104 રનની શાનદાર સદી ફટકારી હતી. પરંતુ હવે ફોર્મમાં રહેલા બેટ્સમેન શાંતો સુપર-4 સ્ટેજની મેચો રમી શકશે નહીં. આ સિવાય મેહદી હસન મિરાજ અને મુસ્તાફિઝુર રહેમાન પણ ઈજાથી પરેશાન છે.
જોકે, શાંતોના સ્થાને લિટન દાસને બાંગ્લાદેશની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ આ સમયે મુખ્ય બેટ્સમેનનું ટીમની બહાર હોવું બાંગ્લાદેશ માટે એક મોટો ઝટકો છે, કારણ કે તેણે એશિયા કપમાં અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવ્યા છે.
🚨 BREAKING 🚨
Bangladesh’s top run-scorer of Asia Cup 2023, Najmul Hossain Shanto has been ruled out of the tournament with an injury 🏥🇧🇩
📸: Bangladesh Cricket #CricketTwitter pic.twitter.com/8dItRwhgDC
— Sportskeeda (@Sportskeeda) September 5, 2023
