બાંગ્લાદેશના ઝડપી બોલર તસ્કીન અહેમદે બુધવારે સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો પર તબાહી મચાવી હતી.
તસ્કીને પોતાની ઘાતક બોલિંગ વડે ઓડીઆઈ સીરીઝની ત્રીજી અને નિર્ણાયક મેચમાં દક્ષિણ આફ્રિકાને 154 રનમાં સમેટી દીધું હતું. તેણે મેચમાં સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી. તસ્કીનના રેકોર્ડ બોલિંગ પ્રદર્શનને કારણે બાંગ્લાદેશે દક્ષિણ આફ્રિકાને 141 બોલ બાકી રહેતા નવ વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે બાંગ્લાદેશે પ્રથમ વખત દક્ષિણ આફ્રિકામાં વનડે શ્રેણી જીતી છે.
તસ્કિન ઉપરાંત કેપ્ટન તમીમ ઈકબાલે અણનમ 87 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તસ્કીનને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેના સિવાય લિંટન દાસે 48 રનની ઇનિંગ રમી હતી. તસ્કીન અને તમિમના નામે પણ કેટલાક રેકોર્ડ છે.
જાન્યુઆરી 2012 પછી દક્ષિણ આફ્રિકામાં પાંચ વિકેટ લેનારો તસ્કિન બીજો વિદેશી બોલર બન્યો છે. તેના પહેલા લસિથ મલિંગાએ જાન્યુઆરી 2012માં પાર્લમાં રમાયેલી મેચમાં 54 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. સેન્ચુરિયન તરફથી તસ્કીને હવે 35 રનમાં પાંચ વિકેટ લીધી છે.
તમીમ ઈકબાલની કપ્તાનીમાં બાંગ્લાદેશની ટીમે પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાની ધરતી પર વનડે શ્રેણી જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ સાથે તમીમ ત્રીજો એશિયન કેપ્ટન બની ગયો છે જેની કેપ્ટન્સીમાં ટીમે દક્ષિણ આફ્રિકામાં દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી જીતી છે. આ પહેલા વિરાટ કોહલી અને બાબર આઝમ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
It's been over a decade since a pacer last took an ODI five-for in South Africa. Played Taskin Ahmed 👏https://t.co/6tg7uLEKvf | #SAvBAN pic.twitter.com/tAp2q300oR
— ESPNcricinfo (@ESPNcricinfo) March 23, 2022