ODIS

BCCI: આફ્રિકા સામે આ કારણે દીપક ચહરના સ્થાને વોશિંગ્ટન સુંદર સામેલ થયો

BCCIની વરિષ્ઠ પસંદગી સમિતિએ દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણીની બાકીની બે મેચો માટે ઝડપી બોલર દીપક ચાહરના સ્થાને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરનો સમાવેશ કર્યો છે. ઈન્દોરમાં દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી અને અંતિમ T20I મેચ બાદ ચહરની પીછેહઠ થઈ હતી અને લખનૌમાં પ્રથમ ODIમાં તેને ભારતની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો.

વોશિંગ્ટને આ વર્ષે ફેબ્રુઆરીમાં ODI ફોર્મેટમાં ભારત માટે તેની છેલ્લી મેચ રમી હતી. પાંચ વિકેટ લેવા ઉપરાંત તેણે અત્યાર સુધી ચાર વનડેમાં 57 રન પણ બનાવ્યા છે.

દીપક હવે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) પરત જશે અને ત્યાંની મેડિકલ ટીમ તેની ઈજા પર નજર રાખશે. વરસાદગ્રસ્ત પ્રથમ વનડેમાં ભારતને 9 રને હારનો સામનો કરવો પડ્યો હતો. બંને ટીમો હવે બીજી મેચ રવિવારે રાંચીમાં રમશે. આ પછી ત્રીજી અને અંતિમ વનડે 11 ઓક્ટોબરે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.

ક્ષિણ આફ્રિકા સામેની બાકીની બે મેચો માટે ભારતની ODI ટીમઃ શિખર ધવન (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, શ્રેયસ અય્યર (વાઈસ-કેપ્ટન), રજત પાટીદાર, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન (વિકેટેઈન), સંજુ સેમસન (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર, અવેશ ખાન, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર

Exit mobile version