ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ 18 ઓગસ્ટના રોજ હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાઈ હતી. ભારતે આ મેચ એકતરફી રીતે 10 વિકેટથી જીતી લીધી હતી.
આ મેચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ રાષ્ટ્રગીત માટે મેદાન પર પહોંચી હતી. રાષ્ટ્રગીતની વચ્ચે ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશન પર મધમાખીએ હુમલો કર્યો હતો, જે બાદ તેની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
ઈશાન કિશન મધમાખીથી પરેશાન જોઈને ચોંકી ગયો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઈ રહ્યો છે. ઈશાન કિશન સંપૂર્ણપણે રાષ્ટ્રગીતમાં ડૂબી ગયો હતો, જ્યારે એક મધમાખી તેના કાન પાસે પહોંચી અને તે ચોંકી ગયો.
— Out Of Context Cricket (@GemsOfCricket) August 18, 2022
મેચની વાત કરીએ તો ભારતે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઝિમ્બાબ્વેની આખી ટીમ 40.3 ઓવરમાં માત્ર 189 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ફેબ્રુઆરી 2022 પછી ક્રિકેટના મેદાનમાં વાપસી કરી રહેલા દીપક ચહરે સાત ઓવરમાં 23 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી અને તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.