ODIS

બ્રાન્ડન કિંગની સદીના બળે વેસ્ટ ઈન્ડિઝે UAEને પ્રથમ ODIમાં હરાવ્યું

Pic- ESPNcricinfo

વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ વનડેમાં સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈને 7 વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. મુલાકાતી ટીમની આ જીતમાં ઓપનર બ્રેન્ડન કિંગે મહત્વની ભૂમિકા ભજવી હતી, જેણે પોતાની ODI કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી.

શારજાહમાં રમાયેલી આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા યજમાન ટીમ 47.1 ઓવરમાં 202 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વિન્ડીઝે 35.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને આ સ્કોર હાંસલ કર્યો હતો. સિરીઝની બીજી મેચ આ મેદાન પર 6 જૂને રમાવાની છે.

આ સરળ ટાર્ગેટનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝના ઓપનર બ્રેન્ડન કિંગે 112 રન બનાવીને પોતાની પ્રથમ ODI સદી ફટકારી હતી. આ ઇનિંગમાં તેણે 12 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. તેના સિવાય શમર બ્રુક્સે 44 રનની ઇનિંગ રમી હતી. કિંગને તેની ઇનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

Exit mobile version