ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ 19 નવેમ્બરે અમદાવાદમાં યોજાશે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો ચેમ્પિયન બનવા માટે ટકરાશે. ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ જોવા માટે સ્ટેડિયમમાં અનેક હસ્તીઓ હાજર રહેશે. ભારતીય વાયુસેના ફાઈનલના દિવસે એર શોનું પણ આયોજન કરશે. ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલ પહેલા જ એર શોનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ભારતીય વાયુસેનાની એરોબેટિક ટીમ સૂર્ય કિરણ વર્લ્ડ કપ ક્રિકેટ ફાઇનલમાં એર શો માટે જવાબદાર છે. સૂર્ય કિરણની ટીમે શુક્રવારે એર શો પહેલા આ પ્રેક્ટિસ કરી હતી. ભારત-ઓસ્ટ્રેલિયા ફાઇનલ દરમિયાનનો એર શો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. ગુજરાત ડિફેન્સ પીઆરઓએ જણાવ્યું કે સૂર્ય કિરણ ટીમે સ્ટેડિયમમાં ગ્રાન્ડ રિહર્સલ કર્યું છે. ફાઈનલ શો પહેલા શનિવારે રિહર્સલ પણ થશે. તેણે કહ્યું કે રિહર્સલનો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પીઆરઓ અનુસાર, 19 નવેમ્બરે શહેરના મોટેરા વિસ્તારના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ફાઇનલ મેચની શરૂઆત પહેલા એરોબેટિક ટીમ 10 મિનિટ સુધી દર્શકોને રોમાંચિત કરશે.
World Cup Final schedule at the Narendra Modi Stadium.
– The grand celebration…!!! pic.twitter.com/uwfVAKZFaE
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 18, 2023
સૂર્ય કિરણ એરોબેટિક ટીમમાં ભારતીય વાયુસેનાના 9 વિમાન સામેલ હશે. સૂર્ય કિરણે દેશમાં ઘણા એર શો કર્યા છે. એર શોમાં એરફોર્સના પાયલોટ આકાશમાં વિવિધ પ્રકારના શેપ બનાવશે.
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ રમાશે. તે પહેલા સરદાર વલ્લભાઈ પટેલ સ્ટેડિયમ અથવા મોટેરા સ્ટેડિયમ તરીકે ઓળખાતું હતું. મોટેરામાં પ્રથમ વનડે મેચ 1984માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી.
Air show by @Suryakiran_IAF at Narendra Modi Stadium, Ahmedabad 📍 pic.twitter.com/6H4hEkIpC1
— Baljeet Singh (@ImTheBaljeet) November 17, 2023
pic- sportstiger.com