યુએઈના પ્રવાસે ગયેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે ત્રણ મેચની વનડે શ્રેણીમાં યજમાન ટીમનો સફાયો કર્યો હતો. 9 જૂનની રાત્રે રમાયેલી ત્રીજી અને છેલ્લી મેચમાં કેરેબિયન ટીમે 89 બોલ બાકી રહેતા ચાર વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં સ્પિનર કેવિન સિંકલેરે વેસ્ટ ઈન્ડિઝ માટે 7.1 ઓવરમાં માત્ર 24 રન આપીને ચાર વિકેટ લીધી હતી, જેને તેણે બેકફ્લિપ ફટકારીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
Kevin Sinclair jump.pic.twitter.com/0f1q2ZUync
— Cricket With Abdullah 🏏 (@Abdullah__Neaz) June 9, 2023
કેવિન સિંકલેરનો જન્મ 23મી નવેમ્બર 1999ના રોજ ગયાનામાં થયો હતો અને તેની ઉંમર 23 વર્ષ 199 દિવસ છે. રાઈટ આર્મ ઓફ બ્રેક સ્પિનર કેવિન પણ જમણા હાથથી બેટિંગ કરે છે. વેસ્ટ ઈન્ડિઝ માટે ચાર વનડે, છ ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાં અનુક્રમે નવ અને ચાર વિકેટ લેનાર આ બોલરને લાંબી રેસનો ઘોડો માનવામાં આવી રહ્યો છે.
Kevin Sinclair knows how to celebrate a wicket! 🔥 pic.twitter.com/7WSAqzkqd0
— ICC (@ICC) June 10, 2023
વેસ્ટ ઈન્ડિઝનું સુવર્ણ ભવિષ્ય
અથાનેજ અને સિંકલેર બંને ઝિમ્બાબ્વેમાં આગામી ODI વર્લ્ડ કપ ક્વોલિફાયર માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમનો ભાગ નથી, પરંતુ તેઓએ સાબિત કર્યું છે કે તેઓ વેસ્ટ ઈન્ડિઝનું ભવિષ્ય છે. 24 વર્ષીય અથનાજે 26 બોલમાં પોતાની અડધી સદી ફટકારી હતી. ન્યુઝીલેન્ડમાં 2018ના અંડર-19 વર્લ્ડ કપમાં રન ચાર્ટમાં ટોચ પર રહ્યા બાદ અથનાજને લાંબા સમય પછી તક મળી.
4 Wickets ✅
Back Flip Celebration ✅
Kevin Sinclair was at his best for West Indies🔥#UAEvsWI pic.twitter.com/fLIrOZA1U6
— FanCode (@FanCode) June 9, 2023