ODIS

વર્લ્ડ કપમાં ડેવિડ વોર્નરે તોડ્યો સચિન તેંડુલકર અને ડી વિલિયર્સનો મોટો રેકોર્ડ

pic- India TV News

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ICC ક્રિકેટ વર્લ્ડ કપની પાંચમી મેચ ચેન્નાઈમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ત્રીજી જ ઓવરમાં મિશેલ માર્શના રૂપમાં ટીમને મોટો આંચકો લાગ્યો હતો.

જો કે, આ પછી ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથે ઇનિંગ સંભાળી હતી. ડેવિડ વોર્નરે હાર્દિક પંડ્યા સામે છઠ્ઠી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકારીને વર્લ્ડ કપમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે અને ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકરનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.

ડેવિડ વોર્નરે ODI વર્લ્ડ કપમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 1000 રન પૂરા કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. ભારત સામે ODI વર્લ્ડ કપ 2023 ની તેની પ્રથમ મેચમાં, ડેવિડ વોર્નરે નવ રન પૂરા કરીને ODI વર્લ્ડ કપમાં 1000 રન પૂરા કર્યા છે. તેણે ODI વર્લ્ડ કપમાં સૌથી ઝડપી 1000 રન પૂરા કરવાનો સચિન તેંડુલકર અને એબી ડી વિલિયર્સનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સચિન અને એબી ડી વિલિયર્સે 20 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.

વેસ્ટ ઈન્ડિઝના વિવિયન રિચર્ડ્સ અને ભારતના દિગ્ગજ સૌરવ ગાંગુલીએ 21-21 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. માર્કે આ સિદ્ધિ 22 ઇનિંગ્સમાં અને હર્ષલ ગિબ્સે 22 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. ODI વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ રન બનાવવાના મામલે ડેવિડ વોર્નર ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. ODI વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ રિકી પોન્ટિંગના નામે છે. તેણે 1743 રન બનાવ્યા છે. આ યાદીમાં બીજા સ્થાન પર એડમ ગિલક્રિસ્ટ છે, જેના નામે 1085 રન છે. ડેવિડ વોર્નર 1020* રન સાથે ત્રીજા સ્થાને છે. ચોથા નંબર પર માર્ક વો છે જેના નામે 1004 રન છે. મેથ્યુ હેડને 987 રન બનાવ્યા છે.

ODI વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન દ્વારા સૌથી વધુ રન:
1743 – રિકી પોન્ટિંગ
1085 – એડમ ગિલક્રિસ્ટ
1020* – ડેવિડ વોર્નર*
1004 – માર્ક વો
987 – મેથ્યુ હેડન

ODI વર્લ્ડ કપમાં 1000 રન બનાવનાર સૌથી ઓછી ઇનિંગ્સ:
19 – ડેવિડ વોર્નર*
20 – સચિન તેંડુલકર/એબી ડી વિલિયર્સ
21 – વિવ રિચાર્ડ્સ/સૌરવ ગાંગુલી
22 – માર્ક વો
22 – હર્શલ ગિબ્સ

Exit mobile version