ODIS

ઇમર્જિંગ એશિયા કપ 2023: યશ ધુલની સદીના મદદથી ભારતે UAEને હરાવ્યું

pic- sportstar the hindu

ઇમર્જિંગ એશિયા કપમાં ભારત A ટીમ અને UAE A ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતે UAEને 8 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયા પોતાના ગ્રુપમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.

ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ મેચમાં જ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયાના કેપ્ટનના કારણે ભારતીય ટીમ આ મેચ જીતી શકી હતી. આ મેચમાં ભારતના કેપ્ટન યશ ધુલે શાનદાર સદી ફટકારી છે.

ભારત અને UAE વચ્ચે રમાયેલી મેચમાં ભારતીય કેપ્ટને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી UAEની ટીમ શરૂઆતથી જ બેકફૂટ પર જોવા મળી હતી. તેણે પોતાની પ્રથમ વિકેટ માત્ર એક રનના સ્કોર પર ગુમાવી દીધી હતી. ખરાબ શરૂઆતના કારણે તેની ટીમ આખી ઇનિંગમાં રિકવર કરી શકી ન હતી અને તે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 175 રન જ બનાવી શકી હતી.

મેચની બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાને 176 રનનો આસાન ટાર્ગેટ મળ્યો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત પણ કંઈ ખાસ ન હતી. 41 રનના સ્કોર સુધી પહોંચતા ભારતે પોતાના બંને ઓપનરોની વિકેટ ગુમાવી દીધી હતી. જો કે ભારતની શરૂઆત ખૂબ જ ઝડપી રહી હતી. તેના ટીમ ઈન્ડિયાના કેપ્ટન યશ ધુલે ઈનિંગને સંભાળી હતી અને માત્ર 84 બોલમાં 108 રનની ઈનિંગ રમી હતી.

Exit mobile version