ODIS

ઓસ્ટ્રેલિયા સામેની વનડે મેચ માટે ઇંગ્લૈંડે ટીમની જાહેરાત કરી, જો રૂટ સામેલ

જોસ બટલરની પણ ટીમમાં વાપસી થઈ છે…

 

ઓસ્ટ્રેલિયા સાથે રમાવા જઈ રહેલી વનડે સિરીઝ માટે ઇંગ્લેન્ડની ટીમની ઘોષણા કરવામાં આવી છે. ટેસ્ટ ટીમના કેપ્ટન જો રૂટને વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તો બીજી બાજુ બેન સ્ટોક્સને છોડી ને જોસ બટલરની ટીમમાં વાપસી થઈ છે.

પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનાર ક્રિસ વોક્સ પણ વનડે ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યું હતું. પાકિસ્તાન સામેની ટી-20 ટીમમાં ભાગ લેનારા સાદિક મેહમુદને રિઝર્વ ખેલાડી તરીકે બંને ટીમમાં મૂકવામાં આવ્યો છે.

ઇંગ્લેન્ડની વનડે ટીમ:

ઇઓન મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જોફ્રા આર્ચર, જોની બેરસ્ટો, ટોમ બેન્ટન, સેમ બિલિંગ્સ, જોસ બટલર, સેમ ક્યુરન, ટોમ ક્યુરન, આદિલ રશીદ, જો રૂટ, ક્રિસ વોક્સ, માર્ક વુડ

રિઝર્વ પ્લેયર્સ: જો ડેનાલી, સાદિક મેહમુદ

Exit mobile version