ODIS

ઇંગ્લેન્ડે વનડે સિરીઝ માટે ટીમની ઘોષણા કરી, આ ધાતક ફાસ્ટ બોલરને ના લીધો

ઇંગ્લેન્ડને ટેસ્ટ સિરીઝમાં 3-1થી અને ટી 20 શ્રેણીમાં 3-2થી પરાજિત કર્યું હતું…

 

ટી 20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં પાંચ મેચ ટકાર્યા બાદ ભારત અને ઇંગ્લેન્ડ વનડે મેચ રમવા માટે તૈયાર છે. તાજેતરમાં ભારતે ત્રણ મેચની વનડે સિરીઝ માટે 18 સભ્યોની ટુકડીની ઘોષણા કરી હતી, જ્યારે હવે ઇંગ્લેન્ડે શ્રેણી માટે તેમની 14 સભ્યોની ટુકડી જાહેર કરી છે. ઇંગ્લેન્ડે પેસ બોલર જોફ્રા આર્ચરને ટીમમાં સામેલ કર્યુ નથી. જમણી કોણીમાં ઈજા થવાને કારણે આર્ચર વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. કોણીની તપાસ કરવા માટે તે ઇંગ્લેન્ડ પાછો ફરી રહ્યો છે. ટીમના 14 સભ્યોની સાથે જેક બોલ, ક્રિસ જોર્ડન અને ડેવિડ મલાન કવર પ્લેયર તરીકે ટીમ સાથે રહેશે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વનડે શ્રેણીની તમામ મેચ પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે યોજાશે. શ્રેણીની પ્રથમ વનડે 23 માર્ચ, બીજી 26 અને ત્રીજી 28 માર્ચે રમાશે. ટેસ્ટ અને ટી -20 સિરીઝ જીત્યા બાદ હવે ભારતીય ટીમ વન-ડે સિરીઝ પર નજર રાખશે. ભારતે ઇંગ્લેન્ડને ટેસ્ટ સિરીઝમાં 3-1થી અને ટી 20 શ્રેણીમાં 3-2થી પરાજિત કર્યું હતું.

વનડે શ્રેણી માટે ઇંગ્લેન્ડની ટીમ:

ઈયોન મોર્ગન (કેપ્ટન), મોઈન અલી, જોની બેરસ્ટો, સેમ બિલિંગ્સ, જોસ બટલર, સેમ કુરાન, ટોમ ક્યુરન, લીમ લિવિંગસ્ટોન, મેટ પાર્કિન્સન, આદિલ રાશિદ, જેસન રોય, બેન સ્ટોક્સ, રીસ ટોપલી, માર્ક વુડ.

Exit mobile version