ODIS

ઈંગ્લેન્ડના થોમસ રીવે ઈતિહાસ રચ્યો, દેશનો પ્રથમ ખેલાડી બન્યો

Pic- prabhat khabar

થોમસે ૧૦૭ બોલમાં ૧૦૨.૮૦ ના સ્ટ્રાઇક રેટથી ૧૧૦ રન બનાવ્યા, જેમાં ૧૪ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા. આ સદી સાથે, તેણે પોતાનું નામ એક ખાસ રેકોર્ડ યાદીમાં નોંધાવ્યું. તે અંડર-૧૯ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં સદી ફટકારનાર ઇંગ્લેન્ડનો પ્રથમ ખેલાડી અને વિશ્વનો સાતમો ખેલાડી બન્યો.

તેની પહેલા રવનીત રિકી, ચેતેશ્વર પૂજારા, શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, મહમુદુલ હસન અને યશ ધુલે આ સિદ્ધિ મેળવી હતી.

અંડર-૧૯ વર્લ્ડ કપ સેમિફાઇનલમાં સદીઓ

૧૦૮ રવનીત રિકી વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, ૨૦૦૦
૧૨૯* ચેતેશ્વર પૂજારા વિરુદ્ધ ઇંગ્લેન્ડ, ૨૦૦૬
૧૦૨* શુભમન ગિલ વિરુદ્ધ પાકિસ્તાન, ૨૦૧૮
૧૦૫* યશસ્વી જયસ્વાલ વિરુદ્ધ પાકિસ્તાન, ૨૦૨૦
૧૦૦ મહમુદુલ હસન જોય વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, ૨૦૨૦
૧૧૦ યશ ધુલ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, ૨૦૨૨
૧૧૦ થોમસ રેવ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, ૨૦૨૬

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે પોતાની પહેલી ત્રણ વિકેટ માત્ર 60 રનમાં ગુમાવી દીધી હતી. ત્યારબાદ રેવે કાલેબ ફોકનર સાથે મળીને 132 બોલમાં ચોથી વિકેટ માટે 135 રનની શાનદાર ભાગીદારી નોંધાવી અને ઇનિંગ્સને સ્થિર કરી.

Exit mobile version