પાકિસ્તાનના કેપ્ટન અને ટોચના ICC ODI રેન્કિંગમાં બાબર આઝમે વર્લ્ડ કપ 2023માં પોતાના બેટથી વધારે પ્રદર્શન કર્યું નથી. તેણે ચાર મેચમાં એક ફિફ્ટીની મદદથી માત્ર 83 રન બનાવ્યા છે.
ત્યારે એક બાજુ બાબરને પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહ અને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ સારી સલાહ આપી છે.
હરભજનનું કહેવું છે કે બાબરે કોહલી પાસેથી દરેક પરિસ્થિતિમાં રન બનાવવાનું કૌશલ્ય શીખવું જોઈએ. તેણે સોશિયલ મીડિયા પ્લેટઓફ પર લખ્યું તેણે દરેક પરિસ્થિતિ અને સ્થિતિમાં રન બનાવ્યા અને ભારત માટે મેચો જીતી. બાબર અને બીજા ઘણા ખેલાડીઓએ કિંગ કોહલી પાસેથી આ વાત શીખવી જોઈએ. ચર્ચાનો અંત. શું કોઈને કોઈ શંકા છે? આપને જણાવી દઈએ કે કોહલી વર્લ્ડ કપમાં એક અલગ જ ટચમાં જોવા મળી રહ્યો છે. ચાર મેચમાં ટાર્ગેટનો પીછો કરતી વખતે તેણે બે શાનદાર અડધી સદી રમી હતી અને સદી ફટકારી હતી.
Kohli is a Modren days legend without a question . Scored runs in every situation and conditions and won game for India .. Babar and many others should learn from King kohli ✌️baat khatam . Koi shak anyone ? https://t.co/ZjOjfHhJJL
— Harbhajan Turbanator (@harbhajan_singh) October 21, 2023
શાહિદ આફ્રિદીને આશા છે કે બાબર તેની રમતમાં સુધારો કરશે. તેણે એમ પણ કહ્યું કે બાબરે પાકિસ્તાન ટીમ માટે મેચ પૂરી કરવી જોઈએ. આફ્રિદીએ X પર લખ્યું, “આજે લાઇન અને લેન્થમાં સુધારો થયો છે અને શાનદાર શાહીન આફ્રિદીએ શાનદાર ફાઇવર લીધો છે. શફીક અને ઈમામે મજબૂત શરૂઆત આપી હતી પરંતુ ટીમ હારી ગઈ હતી. મને આશા છે કે આ વર્લ્ડ કપ દરમિયાન બાબરનું પ્રદર્શન વધુ સારું રહેશે, તે વર્લ્ડ ક્લાસ ફિનિશર છે.” ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા સામે શાહીને 10 ઓવરમાં 54 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.
Improved line and length today and a great 5fer by @iShaheenAfridi
Strong opening by @imabd28 & @ImamUlHaq12 but the team lost. I expect @babarazam258 to exhibit during this WC, the world class finisher that he is. #CWC23— Shahid Afridi (@SAfridiOfficial) October 20, 2023