હાર્દિક પંડ્યાએ મંગળવાર, 1 ઓગસ્ટના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી વનડેમાં શાનદાર ઇનિંગ રમી હતી અને આ દરમિયાન તેણે એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. હાર્દિક પંડ્યા વેસ્ટ ઈન્ડિઝ સામે વનડેમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતીય કેપ્ટન બની ગયો છે.
ત્રિનિદાદમાં રમાયેલી શ્રેણીની નિર્ણાયક મેચમાં હાર્દિક પંડ્યાએ 5 છગ્ગા ફટકાર્યા હતા. આ મેચમાં તે કેપ્ટન હતો અને વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI મેચમાં કેપ્ટન તરીકે કોઈ પણ ભારતીય દિગ્ગજ ખેલાડીએ આટલી સિક્સર ફટકારી નથી. હાર્દિક પહેલા વિરાટ કોહલીએ 2017માં આ ટીમ સામે વનડેમાં 4 સિક્સર ફટકારી હતી જ્યારે કપિલ દેવ અને શિખર ધવને 3-3 સિક્સર ફટકારી હતી. કપિલે 1983માં કર્યું હતું અને ધવને 2022માં કર્યું હતું.
વેસ્ટ ઇન્ડીઝ સામે એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા
5 સિક્સર – હાર્દિક પંડ્યા (2023)*
4 સિક્સર – વિરાટ કોહલી (2017)
3 સિક્સર – કપિલ દેવ (1983)
3 સિક્સર – શિખર ધવન (2022)