ODIS

આકાશ ચોપરાએ સલાહ આપી, ત્રીજી વનડેમાં જીતવા માટે આ ફેરફાર કરવા જોઈએ

બેટિંગમાં ફેરફાર કરવાની જરૂર નથી, પરંતુ તેણે બે બોલરોમાં ફેરફાર કરવાની સલાહ આપી…

 

ભારતીય ટીમે પહેલાથી જ ત્રણ મેચની વનડે સિરીઝ 2-0થી ગુમાવી દીધી છે અને હવે વિરાટની ટીમ બુધવારે ત્રીજી વનડેમાં જીત મેળવીને હારના અંતરને 2-1થી ઘટાડવાનો પ્રયત્ન કરશે. સિડનીમાં રમાયેલી પ્રથમ બે વનડે મેચોમાં ભારત હાર્યું હતું અને ટીમને સારી શરૂઆત મળી નહોતી. બીજી તરફ, બે મેચમાં જીત મેળવનાર ઓસ્ટ્રેલિયા ભારતને ૩-૦થી હરાવવાનું ધ્યાન રાખશે.

હવે ત્રીજી અને અંતિમ વન ડે મેચ પહેલા ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર અને કમેંટેટર આકાશ ચોપરાએ ટીમ ઈન્ડિયાને ત્રીજી વનડે મેચ માટે અંતિમ અગિયારમાં કેટલાક ફેરફાર કરવાની સલાહ આપી છે. આકાશે કહ્યું કે કોઈ પણ રીતે બેટિંગમાં ફેરફાર કરવાની જરૂર નથી, પરંતુ તેણે બે બોલરોમાં ફેરફાર કરવાની સલાહ આપી.

આકાશે કહ્યું કે ટીમમાં અંતિમ અગિયારમાં સ્પિનરો યુઝવેન્દ્ર ચહલ અને પેસર નવદીપ સૈનીને બદલે કુલદીપ યાદવ અને ટી નટરાજનને તક આપી શકાય છે. તેણે કહ્યું કે નટરાજનને ચહલની જગ્યાએ સૌની અને કુલદીપની જગ્યાએ સમાવવાનું સારું રહેશે. આ વાતો તેણે પોતાની યુટ્યુબ ચેનલ પર કહી હતી.

Exit mobile version