
ભારતના ઓપનર રોહિત શર્માને ટીમ ઈન્ડિયાનો નવો ODI કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાલમાં જ તેને ટી-20 ઈન્ટરનેશનલમાં ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
વિરાટ કોહલી હવે માત્ર ટેસ્ટમાં જ ટીમ ઈન્ડિયાની કમાન સંભાળશે. ભારતે દક્ષિણ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. આ ટેસ્ટ સિરીઝ 26 ડિસેમ્બરથી શરૂ થશે. આ પછી જાન્યુઆરીમાં ત્રણ મેચની વનડે સિરીઝ રમાવાની છે. રોહિત આ સિરીઝથી લઈને વર્લ્ડ કપ 2023 સુધી ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રહેશે.
રોહિતના કેપ્ટન બન્યા બાદ તેની 11 વર્ષ જૂની ટ્વીટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. તેણે આ ટ્વિટ 17 એપ્રિલ 2010ના રોજ કરી હતી. તેણે ટ્વીટ કર્યું, ‘લોકો સવાલ કરી રહ્યા છે કે શું હું વર્લ્ડ કપની ટીમમાં રહેવાને લાયક છું. નોંધનીય છે કે રોહિતે 2007માં ટીમ ઈન્ડિયામાં પ્રવેશ કર્યો હતો. આ પછી, તે ભારતમાં 2011 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નહોતો.
નોંધનીય છે કે રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ હાલમાં જ ન્યૂઝીલેન્ડને ત્રણ મેચની T20 શ્રેણીમાં 3-0થી હરાવ્યું હતું. આ પહેલા વિરાટ કોહલીના નેતૃત્વમાં ટી20 વર્લ્ડ કપ 2021માં ભારતનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું.
13 years later, Rohit Sharma is going to lead the Indian team in ODI World Cup. pic.twitter.com/gKmKBW6Eit
— Johns. (@CricCrazyJohns) December 8, 2021
