
યુએસ અને આયર્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે ઈન્ટરનેશનલ સીરિઝ આજથી રમાવાની હતી, પરંતુ કોવિડ-19ને કારણે તેને હાલ માટે 24 કલાક માટે સ્થગિત કરવામાં આવી છે. બે મેચની T20I શ્રેણી 1-1થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી અને પ્રથમ ODI ફ્લોરિડામાં સેન્ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ ખાતે રમાવવાની હતી.
પ્લેયિંગ અને સપોર્ટ સ્ટાફમાં કેટલાક નવા કોવિડ -19 પોઝિટિવ કેસ મળી આવ્યા છે, જેના કારણે મેચ 24 કલાક માટે સ્થગિત કરવામાં આવી છે. હવે આ મેચ 29મી ડિસેમ્બરે રમાશે.
ટીમના અન્ય તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવ્યો છે અને તમામ પરિણામો નેગેટિવ આવ્યા છે. જો બાકીના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના 29 ડિસેમ્બરના કોવિડ-19 ટેસ્ટનું પરિણામ નેગેટિવ આવશે તો મેચ નવા શેડ્યૂલ પ્રમાણે રમાશે. શ્રેણીની બીજી વન-ડે આંતરરાષ્ટ્રીય મેચ 29 ડિસેમ્બરે અને ત્રીજી વન-ડે 30 ડિસેમ્બરે રમવાની હતી. આવી સ્થિતિમાં આ શ્રેણીને ત્રણ મેચની જગ્યાએ બે મેચની વનડે શ્રેણીમાં ફેરવી શકાય છે. શ્રેણીની પ્રથમ ODI 26 ડિસેમ્બરે રમવાની હતી, પરંતુ મેચ અધિકારી કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળતાં તેને સ્થગિત કરવામાં આવી હતી.
અમેરિકાએ પ્રથમ T20 ઈન્ટરનેશનલ 26 રને જીતી હતી, જ્યારે આયર્લેન્ડે બીજી T20 ઈન્ટરનેશનલ 9 રને જીતી હતી. ક્રિકેટ આયર્લેન્ડે જાહેરાત કરી કે પ્રથમ વન-ડે ઈન્ટરનેશનલ મેચ એક દિવસ માટે મુલતવી રાખવામાં આવી છે.
