ODIS

ગાવસ્કરે ઓસ્ટ્રેલિયા ને ચેતવ્યા, કહ્યું- બુમરાહ નહીં, આ બોલર સામે ચેતજો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ સિરીઝ 27 નવેમ્બરથી શરૂ થશે…

 

ટૂંકા બોલ ફેંકવાની વ્યૂહરચના પર સ્ટીવ સ્મિથે ભારતીય ઝડપી બોલરોને પડકાર ફેંક્યો અને તે પછી તરત જ પૂર્વ ભારતીય ઓપનર બેટ્સમેન સુનિલ ગાવસ્કરે હવે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને સાવધાની આપી છે. આઈપીએલ 2020 માં રાજસ્થાનની કપ્તાન સંભાળ્યા પછી સ્ટીવ સ્મિથ પીળા રંગની જર્સીમાં ભારત સામે મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે.

ભારત સામેની ક્રિકેટ સિરીઝમાં ઉતરતા પહેલા સ્મિથે કહ્યું હતું કે ભારતીય ફાસ્ટ બોલરોની તેમની સામે ટૂંકા બોલ ફેંકવાની વ્યૂહરચના વધારે કામ કરશે નહીં. હવે આ પછી સુનીલ ગાવસ્કરે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને ચેતવણી આપી છે કે, તેઓને મો. શમીની ઘાતક ઝડપી બોલિંગથી સાવચેત રહેવાની જરૂર છે. શમી ભારતની ઝડપી બોલિંગ હુમલોને વધુ ખતરનાક બનાવે છે.

ગાવસ્કરે કહ્યું કે, કોઈ પણ બેટ્સમેન એમ ન કહી શકે કે હું સંપૂર્ણ રીતે તૈયાર છું. મો. શમી પાસે ખાસ કરીને અદભૂત બાઉન્સર છે. જો તે બાઉન્સરને યોગ્ય રીતે ફેંકી દે છે તો ઘણા બેટ્સમેન તેને રમી શકશે નહીં.

Exit mobile version