
ભારતીય ક્રિકેટ ટીમ હાલ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી બાદ ટીમ ઈન્ડિયા એટલી જ સંખ્યામાં વનડે શ્રેણી રમશે.
ટેસ્ટ સિરીઝ પહેલા રોહિત શર્મા ઈજાગ્રસ્ત થતા ભારતને મોટો આંચકો લાગ્યો હતો. હવે એવા સમાચાર છે કે તે ODI શ્રેણીમાંથી પણ બહાર થઈ શકે છે. વનડે કેપ્ટન તરીકે પ્રથમ વખત તે પૂર્ણકાલીન ટીમ સાથે જવાનો હતો પરંતુ તે મુશ્કેલ દેખાઈ રહ્યું છે.
રોહિતને વનડે શ્રેણીમાં પ્રથમ વખત પૂર્ણકાલીન કેપ્ટન તરીકે મેદાનમાં ઉતરવા માટે ભારતીય ટીમની રાહ જોવી પડી શકે છે. મળતી માહિતી મુજબ, તેની ઈજા ગંભીર છે અને આવતા મહિને યોજાનારી દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં વાપસી શક્ય જણાતી નથી. તેના સ્થાને ODI ટીમની કમાન ટોપ ફોર્મમાં ચાલી રહેલા કેએલ રાહુલને આપવામાં આવી શકે છે. હાલમાં જ દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં રોહિતની ગેરહાજરીમાં રાહુલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
વનડે શ્રેણીમાં ભારતીય ટીમે 19, 21 અને 23 જાન્યુઆરીએ દક્ષિણ આફ્રિકા સામે રમવાનું છે. તાજેતરમાં જ પસંદગીકારોએ વિરાટની જગ્યાએ રોહિતને ભારતની ODI ટીમનો કેપ્ટન બનાવવાનો નિર્ણય લીધો હતો. ટી20ની કેપ્ટનશીપ છોડ્યા બાદ કોહલીને વનડેની કેપ્ટનશીપથી હટાવવાને લઈને વિવાદ થયો હતો.
દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જતા પહેલા કોહલીએ નિવેદન આપીને વિવાદને હવા આપી દીધી હતી. હવે રોહિતની ગેરહાજરીમાં તે ટીમની કમાન સંભાળશે નહીં, તેથી રાહુલ શ્રેષ્ઠ વિકલ્પ છે. તેણે IPLમાં પંજાબ કિંગ્સ માટે T20માં ટીમની કમાન સંભાળી છે.
