દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ નેધરલેન્ડ સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમવાની છે. દક્ષિણ આફ્રિકાએ આ શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમની કમાન લેફ્ટ આર્મ સ્પિનર કેશવ મહારાજ સંભાળશે.
નિયમિત કેપ્ટન ટેમ્બા બાવુમા, એડન માર્કરામ, ક્વિન્ટન ડી કોક, રાયસી વાન ડેર ડુસેન, કાગીસો રબાડા જેવા ખિલાડીઓ ટીમના ભાગ નથી. આરામ આપવામાં આવેલ તમામ ખેલાડીઓ હવે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં યોજાનારી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારત સામે સીધા જ રમશે. ઓલરાઉન્ડર વેઈન પાર્નેલ 2017 બાદ પ્રથમ વખત ટીમમાં પરત ફર્યો છે. બેટ્સમેન ઝુબેર હમઝા અને રેયાન રિકલ્ટનને પ્રથમ વખત ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. હમઝા દક્ષિણ આફ્રિકા તરફથી ટેસ્ટ રમી ચૂક્યો છે. આ શ્રેણી ICC વર્લ્ડ કપ સુપર લીગનો ભાગ હશે.
દક્ષિણ આફ્રિકાની ટીમઃ કેશવ મહારાજ (કેપ્ટન), ડેરીન ડુપાવિલોન, ઝુબેર હમઝા, રીઝા હેન્ડ્રીક્સ, સિસાન્ડા મગાલા, જાનેમન મલાન, ડેવિડ મિલર, લુંગી એનગીડી, વેઈન પાર્નેલ, એન્ડીલે ફેહલુકવાયો, ડ્વેન પ્રિટોરિયસ, રેયાન વિલિયમ્સ રિકેલ્ટન, ટેબરેઝ્લેમ્સ, વેરાઈલ (wk) , લિઝાડ વિલિયમ્સ, ખાયા ઝોન્ડો.
મેચનું સિડ્યુલ:
1લી ODI – 26 નવેમ્બર – સેન્ચુરિયન
2જી ODI – 28 નવેમ્બર – સેન્ચુરિયન
ત્રીજી ODI – 1લી ડિસેમ્બર – જોહાનિસબર્ગ

