ભારત તરફથી વનડે મેચ રમનારા ખેલાડીઓની સંખ્યા 236 પર પહોંચી ગઈ છે…..
ઇશાન કિશન પોતાના જન્મદિવસ પર વનડે ડેબ્યૂ કરનારો બીજો ભારતીય ક્રિકેટર બની ગયો છે. ઇશાન અને સૂર્યકુમાર યાદવનો રવિવારે અહીં શ્રીલંકા સામેની પ્રથમ વનડે મેચ માટે પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આકસ્મિક રીતે, આ બંનેએ આ વર્ષે 14 માર્ચે અમદાવાદમાં સાથે મળીને ઇંગ્લેન્ડ સામે ટી-20 આઇ ડેબ્યુ પણ કર્યું હતું.
8 માર્ચ, 1963ના રોજ જન્મેલા ગુરશરન આ મેચમાં 4રન બનાવ્યા હતા અને તે પછી તે ટીમમાંથી બહાર થઈ ગયો હતો. ઇશાનનો જન્મ 18 જુલાઈ 1998ના રોજ પટનામાં થયો હતો અને તેણે અત્યાર સુધીમાં બે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 60 રન બનાવ્યા છે જેમાં એક અડધી સદીનો સમાવેશ છે. તેણે પોતાની ડેબ્યૂ મેચમાં જ 52 રન બનાવ્યા હતા અને તે મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો.
સૂર્યકુમાર અને ઇશાન સહિત, ભારત તરફથી વનડે મેચ રમનારા ખેલાડીઓની સંખ્યા 236 પર પહોંચી ગઈ છે.

