
શ્રીલંકાનો આ ઝડપી બોલર અબુધાબી ટી 10 લીગમાં બંગાળ ટાઈગર્સ તરફથી રમશે…
શ્રીલંકાના ઝડપી બોલર ઇસુરુ ઉદનાનું માનવું છે કે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આ સમયે મર્યાદિત ઓવરમાં શ્રેષ્ઠ બેટ્સમેન છે. ઉદનાએ કહ્યું, “મને લાગે છે કે વિરાટ કોહલી મર્યાદિત ઓવરનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. શ્રેષ્ઠ બોલર માટે હું મિશેલ સ્ટાર્કનું નામ લઈશ. શ્રેષ્ઠ ઓલરાઉન્ડર માટે હું રવિન્દ્ર જાડેજાની પસંદગી કરીશ.”
શ્રીલંકાનો આ ઝડપી બોલર અબુધાબી ટી 10 લીગમાં બંગાળ ટાઈગર્સ તરફથી રમશે. 28 જાન્યુઆરીએ જ્યારે તેની ટીમ શેઠ ઝાયદ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મેચ રમશે ત્યારે ઉદના ક્રિસ ગેલનો સામનો કરશે.
ઉદનાએ કહ્યું કે ગેઇલ સામેની યોજનાને અમલમાં મૂકવી મહત્વપૂર્ણ છે. તેણે કિધુ, “જ્યારે પણ તમે યુનિવર્સ બોસનો સામનો કરો છો, ત્યારે તમારે તમારી યોજનાનો અમલ કરવો પડશે. તેથી હું મારી યોજના વિશે વિચારી રહ્યો છું અને હું મારી યોજનાને સારી રીતે અમલમાં મૂકવા માંગુ છું.”
