ODIS

વેસ્ટ ઇન્ડીઝ સામે મિશેલ સ્ટાર્કનો કહર, 5 મીટર દૂર પડ્યો સ્ટમ્પ- જુવો વિડિયો

ઓસ્ટ્રેલિયાએ નવ વિકેટે 252 રન બનાવ્યા હતા…

 

 

વરસાદથી પ્રભાવિત પ્રથમ વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડીઝને પરાજિત કર્યું હતું. ડકવર્થ લુઇસના નિયમ હેઠળ વેસ્ટ ઇન્ડીઝે ઓસ્ટ્રેલિયા ને 133 રનથી હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયાની આ જીતનો હીરો મિશેલ સ્ટાર્ક હતો, જેણે ઘાતક બોલિંગ કરતા 48 રન આપીને 5 વિકેટ લીધી હતી. જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયાએ નવ વિકેટે 252 રન બનાવ્યા હતા.

બીજી ઇનિંગની શરૂઆતમાં, સ્ટાર્કે પહેલા લુઇસને તેનો શિકાર બનાવ્યો. તેની બીજી ઓવરના પ્રથમ બોલ પર, સ્ટાર્ક તેની પરિચિત શૈલીમાં એક જોરદાર બોલ પર જેસન મોહમ્મદને બોલ્ડ કર્યો. જ્યારે જેસન મોહમ્મદ બોલ્ડ થયો ત્યારે તેની વિકેટ મેદાન પર જ ઉછડીને પડી ગઈ હતી. આવું દ્રશ્ય મેદાનમાં ભાગ્યે જ જોવા મળે છે.

મિશેલ સ્ટાર્કની બોલિંગ પહેલા જેસન મોહમ્મદે 6 બોલમાં માત્ર 2 રન બનાવ્યા. મિશેલ સ્ટાર્ક દ્વારા બોલ્ડ કરવામાં આવેલા બોલની ગતિ ઘણી સારી હતી અને થોડો સ્વિંગ વાળો બોલ ઓફ-સ્ટમ્પ જેસન મોહમ્મદને ટકરાયો હતો.

Exit mobile version