ODIS

પાકિસ્તાને બીજી વન ડેમાં ઝિમ્બાબ્વેને છ વિકેટથી હરાવી

ભારતમાં યોજાનારા આઇસીસી વર્લ્ડ કપ 2023 ની લાયકાત નક્કી કરશે…

પાકિસ્તાને બીજી વનડેમાં ઝિમ્બાબ્વેને છ વિકેટે હરાવી ત્રણ મેચની શ્રેણીમાં અણનમ 2-0થી લીડ મેળવી લીધી છે.

આ મેચમાં ઝિમ્બાબ્વેએ પ્રથમ બેટિંગ કરતા તમામ વિકેટ ગુમાવી દીધી હતી અને 45.1 ઓવરમાં 206 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વે તરફથી સીન વિલિયમ્સે 70 દડામાં 10 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 75 રન બનાવ્યા. તેના સિવાય, ઝિમ્બાબ્વે તરફથી બ્રેન્ડન ટેલરે 36, બ્રાયન ચારીએ 25 રન બનાવ્યા. જેના જવાબમાં પાકિસ્તાને 35.2 ઓવરમાં ચાર વિકેટના નુકસાન પર 208 રન બનાવીને મેચ જીતી લીધી.

ઇમામ ઉલ હક (49) અને આબિદ અલી (22) ની સાથે પાકિસ્તાને સારી શરૂઆત કરી હતી. તે પછી, કેપ્ટન બાબર આઝમે 74 બોલમાં સાત ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અણનમ 77 રન બનાવ્યા અને ટીમની જીત સુનિશ્ચિત કરી. આ બધા સિવાય હૈદર અલીએ 29 રન બનાવ્યા હતા.

નોંધનીય છે કે આ શ્રેણી આઈસીસી સુપર લીગનો ભાગ છે, જે ભારતમાં યોજાનારા આઇસીસી વર્લ્ડ કપ 2023 ની લાયકાત નક્કી કરશે. આ જીતથી પાકિસ્તાને 10 પોઇન્ટ મેળવ્યા છે.

Exit mobile version