સોહેલે 82 બોલમાં 71 રન બનાવ્યા. તેણે છ ચોગ્ગા અને બે છગ્ગા પણ લગાવ્યા હતા…
શુક્રવારે રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ વનડે મેચમાં બ્રેન્ડન ટેલરની સદી ઝિમ્બાબ્વેને હારથી બચાવી શકી નહીં. પાકિસ્તાને મેચ 26 રને જીતીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી હતી.
પાકિસ્તાને હેરિસ સોહેલ અને ઇમામ-ઉલ-હકની અડધી સદીની ઇનિંગના આધારે 50 ઓવરમાં આઠ વિકેટના નુકસાન પર 281 રન બનાવ્યા હતા.
સોહેલે 82 બોલમાં 71 રન બનાવ્યા. તેણે છ ચોગ્ગા અને બે છગ્ગા પણ લગાવ્યા હતા. ઇમામે ધીમી ઇનિંગ્સ રમી હતી. તેણે 75 દડામાં 58 રન બનાવ્યા અને છ ચોગ્ગા ફટકાર્યા.
282 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ઝિમ્બાબ્વે 49.4 ઓવરમાં 255 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ટેલરે 117 બોલનો સામનો કરીને 112 રન ફટકાર્યા હતા. તેની ઇનિંગ્સમાં ટેલરે 11 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. તેના સિવાય વેસ્લે માધવેરે 55 રન બનાવ્યા. વેસ્લેએ 61 દડાની ઇનિંગ્સમાં સાત ચોગ્ગા ફટકાર્યા હતા.
પાકિસ્તાન તરફથી શાહીન શાહ આફ્રિદીએ પાંચ વિકેટ ઝડપી હતી. વહાબ રિયાઝે ચાર અને ઇમાદ વસિમે એક વિકેટ લીધી હતી.

