ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઝડપી બોલર અને અફઘાનિસ્તાનના બોલિંગ કોચ શોન ટેટે પોતાની સર્વકાલીન વનડે ઈલેવન પસંદ કરી છે. તેણે ભારતના પૂર્વ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગ અને ઓસ્ટ્રેલિયન વિકેટકીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટને તેના ઓપનર તરીકે પસંદ કર્યા છે. તેણે ત્રીજા નંબરના બેટ્સમેન તરીકે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગની પસંદગી કરી છે. ભારતના પૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકર આ પ્લેઇંગ ઇલેવનમાં ચોથા સ્થાને હાજર છે.
વેસ્ટ ઇન્ડીઝના મહાન ખેલાડી બ્રાયન લારાને પાંચમા નંબરે ટેટની પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું છે. ટેટે ભારતના વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીને છઠ્ઠા સ્થાને રાખ્યા છે. ભારતના પૂર્વ કેપ્ટન અને મહાન વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની 7મા સ્થાને છે.
આ પ્લેઇંગ ઇલેવનમાં બોલરોની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના મહાન લેગ સ્પિનર શેન વોર્ન 8મા સ્થાને હાજર છે. શોન ટેટની ટીમમાં 3 ફાસ્ટ બોલર છે, જેમાં પ્રથમ નામ વસીમ અકરમ, બીજું ગ્લેન મેકગ્રા અને ત્રીજું પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર છે.
શોન ટેટ દ્વારા લેવામાં આવેલ ઓલ -ટાઇમ વનડે ઇલેવન:
વિરેન્દ્ર સહેવાગ, એડમ ગિલક્રિસ્ટ, રિકી પોન્ટિંગ, સચિન તેંડુલકર, બ્રાયન લારા, વિરાટ કોહલી, એમએસ ધોની, શેન વોર્ન, વસીમ અકરમ, ગ્લેન મેકગ્રા, શોએબ અખ્તર

