ODIS

ટોસ જીત્યા બાદ શિખર ધવને મજેદાર રીતે ઉજવણી કરી, શ્રીલંકન કેપ્ટન હસી પડ્યો

આ વનડે સિરીઝ બાદ હવે બંને ટીમો વચ્ચે 3 મેચની ટી 20 સિરીઝ રમાશે…

 

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી વનડે મેચ કોલંબોના પ્રેમાદાસા સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. ભારતે ટોસ જીતીને ત્રીજી વનડેમાં પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ટીમ ઈન્ડિયા માટે આ મેચમાં 5 ખેલાડીઓ ડેબ્યુ કરી રહ્યા છે. સંજુ સેમસન, નીતીશ રાણા, ચેતન સાકરીયા, કે ગૌતમ, રાહુલ ચહર ટીમ ઈન્ડિયા તરફથી ડેબ્યુ કરી રહ્યા છે.

ટોસ દરમિયાન એક રમૂજી દૃશ્ય હતું. આ શ્રેણીમાં પહેલીવાર શિખર ધવન કેપ્ટન તરીકે ટોસ જીત્યા હતો. ટોસ જીત્યા બાદ શિખર ધવને તેની જાણીતી અને પ્રખ્યાત ‘જાંઘની ઉજવણી’ કરી. શિખર ધવનની આ સ્ટાઇલ જોઈને ત્યાં ઉભેલા મેચ રેફરી અને શ્રીલંકાના કેપ્ટન દસુન શનાકા પણ હસવા લાગ્યા.

ભારતે આ સિરીઝ પોતાના નામે જીતી લીધી છે. છેલ્લી મેચમાં ભારતે શ્રીલંકાને 3 વિકેટથી હરાવ્યું હતું. આ વનડે સિરીઝ બાદ હવે બંને ટીમો વચ્ચે 3 મેચની ટી 20 સિરીઝ રમાશે.

Exit mobile version