ODIS

ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાને પાછળ રાખી આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

જ્યારે ઓસ્ટ્રેલિયાએ 92 વખત ન્યુઝીલેન્ડને પરાજિત કર્યું હતું…

 

વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં, ટીમ ઈન્ડિયાએ વિરોધી ટીમ સામેની સૌથી વધુ જીતવાના મામલે મંગળવારે શ્રીલંકાને ત્રણ વિકેટે હરાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા આ મામલે સંયુક્ત રીતે નંબર -1 હતા. પરંતુ હવે ભારતે આ મામલે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી દીધું છે.

ભારતે શ્રીલંકા સામેની શ્રેણીની પ્રથમ વનડે રવિવારે સાત વિકેટથી જીતી લીધી હતી, શ્રીલંકા સામે ભારતની 92મી વનડે જીત. આ પછી, ટીમ ઇન્ડિયાએ મંગળવારે શ્રીલંકાને ત્રણ વિકેટે પરાજિત કરી શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે. આ ઉપરાંત શ્રીલંકા સામે ટીમ ઈન્ડિયાની 93મી જીત અને સતત 9 મી દ્વિપક્ષીય વનડે શ્રેણીની જીત છે.

આ પહેલા પાકિસ્તાને શ્રીલંકા સામે જ 92 વનડે મેચ જીતી હતી, જ્યારે ઓસ્ટ્રેલિયાએ 92 વખત ન્યુઝીલેન્ડને પરાજિત કર્યું હતું. ભારતે હવે શ્રીલંકાને હરાવી શ્રીલંકા સામે પોતાનો 93મો વિજય નોંધાવ્યો છે, જે વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે.

કોલંબોના આર પ્રેમાદાસા સ્ટેડિયમમાં મંગળવારે શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શ્રીલંકાએ 50 ઓવરમાં 9 વિકેટે 275 રન બનાવ્યા હતા. 276 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ટીમ ઇન્ડિયાએ એક સમયે 193 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી દિપક ચહર અને ભુવનેશ્વર કુમારે મળીને ટીમ ઈન્ડિયાને જીત તરફ દોરી હતી.

Exit mobile version