ODIS

ભારતની આ રન મશીને બનાવ્યા અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ, લગાતાર મારી અડધી સદી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે ઓસ્ટ્રેલિયા પ્રવાસની શાનદાર શરૂઆત કરી છે. મિતાલી રાજે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની શ્રેણીની પ્રથમ વનડેમાં 61 રન બનાવ્યા હતા જેમાં તેણે 3 ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઇનિંગ સાથે મિતાલીએ સતત 5 અડધી સદી ફટકારવાની સિદ્ધિ બનાવી હતી. અગાઉ, તેણે માર્ચ 2021માં લખનૌમાં રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકા સામે અણનમ 79 રન બનાવ્યા હતા અને ત્યારબાદ ઇંગ્લેન્ડ પ્રવાસમાં સતત 3 અર્ધસદી ફટકારી હતી.

મિતાલીની વનડે કારકિર્દીની આ 59મી સદી અને ઓસ્ટ્રેલિયા સામેની 8મી અડધી સદી છે. એટલું જ નહીં, ઓસ્ટ્રેલિયાની ધરતી પર તેના બેટમાંથી આ છઠ્ઠી અર્ધસદી છે. આ અડધી સદી સાથે મિતાલીએ પોતાની ક્રિકેટ કારકિર્દી (ફર્સ્ટ ક્લાસ + લિસ્ટ-એ + ટી 20) માં 20 હજાર રન પૂરા કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 3 મેચની વનડે શ્રેણી રમશે ત્યારબાદ ડે-નાઇટ ટેસ્ટ અને પછી ત્રણ મેચની ટી 20 શ્રેણી રમશે.

3 ડિસેમ્બર 1982ના રોજ જોધપુરમાં જન્મેલી મિતાલી રાજ સૌથી સફળ મહિલા ક્રિકેટ ખેલાડીઓમાંની એક છે. તેણે માત્ર 16 વર્ષની ઉંમરે વનડે ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી તેણે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તે ભારતીય ક્રિકેટમાં લેડી સચિન તરીકે ઓળખાય છે.

Exit mobile version