
ઓલ ઈન્ડિયા જુનિયર સિલેક્શન કમિટીએ વેસ્ટ ઈન્ડિઝમાં 4 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી, 2022 દરમિયાન રમાનારા આગામી ICC અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ માટે 17-સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે.
ટૂર્નામેન્ટની 14મી આવૃત્તિમાં વિશ્વ કપમાં 16 ટીમો ભાગ લેશે. ટૂર્નામેન્ટમાં કુલ 48 મેચો રમાશે. દિલ્હીના બેટ્સમેન યશ ધલને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આંધ્રપ્રદેશના એસકે રાશિદને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હરિયાણાના દિનેશ બાના અને યુપીની આરાધ્યા યાદવને વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
પસંદગીકારોએ પાંચ સ્ટેન્ડબાય ખેલાડીઓને વર્લ્ડ કપ માટે મોકલવાનો પણ નિર્ણય લીધો છે. ઋષિ રેડ્ડી, ઉદય સહારન, અંશ ગોસાઈ, અમૃત રાજ ઉપાધ્યાય અને પીએમ સિંહ રાઠોડ સ્ટેન્ડબોય તરીકે ટીમની સાથે રહેશે. ભારતને દક્ષિણ આફ્રિકા, આયર્લેન્ડ અને યુગાન્ડાની સાથે ગ્રુપ બીમાં રાખવામાં આવ્યું છે. ભારત 15 જાન્યુઆરીએ ગુયાનામાં દક્ષિણ આફ્રિકા સામે તેના અભિયાનની શરૂઆત કરશે અને ત્યારબાદ 19 અને 22 જાન્યુઆરીએ ત્રિનિદાદ અને ટોબેગોમાં આયર્લેન્ડ અને યુગાન્ડા સામે ટકરાશે.
ભારતે 4 વખત અંડર-19 વર્લ્ડ કપ જીત્યો છે. તે એવી ટીમ છે જેણે સૌથી વધુ વખત અંડર-19 વર્લ્ડ કપ જીત્યો છે. તેણે વર્ષ 2000, 2008, 2012 અને 2018માં આ ટુર્નામેન્ટ જીતી છે. ભારત 2016માં રનર્સઅપ અને ન્યુઝીલેન્ડમાં રમાયેલા છેલ્લા અંડર-19 વર્લ્ડ કપમાં રનર્સઅપ રહ્યું હતું.
અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ:
યશ ધલ (કેપ્ટન), હરનૂર સિંઘ, અંગક્રિશ રઘુવંશી, એસકે રશીદ (વાઈસ કેપ્ટન), નિશાંત સિંધુ, સિદ્ધાર્થ યાદવ, અનીશ્વર ગૌતમ, દિનેશ બાના (ડબલ્યુકે), રાજ અંગદ બાવા, માનવ પારખ, કૌશલ તાંબે, આરએસ હંગરેશ્કર, વાસુ વત્સ, વિકી ઓસ્તવાલ, રવિકુમાર, ગર્વ સાંગવાન.
Here’s India’s squad for ICC U19 Cricket World Cup 2022 squad 🔽 #BoysInBlue
Go well, boys! 👍 👍 pic.twitter.com/im3UYBLPXr
— BCCI (@BCCI) December 19, 2021
સ્ટેન્ડબાય ખેલાડીઓઃ રિશિત રેડ્ડી, ઉદય શરણ, અંશ ગોસાઈ, અમૃત રાજ ઉપાધ્યાય, પીએમ સિંહ રાઠોડ.
