ODIS

નજીકની હાર બાદ નિકોલસ પૂરને કહ્યું, ‘મને હાર્યા પછી પણ જીતવા જેવું લાગે છે’

ભારત સામેની ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ વનડેમાં યજમાન વેસ્ટ ઈન્ડિઝનો 3 રનના નજીકના અંતરથી પરાજય થયો હતો. જીતવા માટેના 309 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કેરેબિયન ટીમ 50 ઓવરમાં 6 વિકેટે 305 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ.

વેસ્ટ ઈન્ડિઝને ઈનિંગની છેલ્લી ઓવરમાં જીતવા માટે 15 રનની જરૂર હતી પરંતુ મોહમ્મદ સિરાજે ચુસ્ત બોલિંગ કરતા માત્ર 11 રન જ ખર્ચ્યા અને ટીમને 3 રનથી વિજય અપાવ્યો.

રનના નજીકના અંતરથી ટીમની હાર બાદ, વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન નિકોલસ પૂરને કહ્યું, “હાર્યા પછી પણ જીતવા જેવું લાગે છે કારણ કે અમે સંપૂર્ણ પચાસ ઓવર રમી શક્યા હતા.” અમે આ માટે સતત પ્રયાસ કરી રહ્યા છીએ. હું આશા રાખું છું કે અમે સમય સાથે વધુ સારા થઈશું.

ભારતની સારી શરૂઆત બાદ 35થી 40 ઓવરની વચ્ચે વિન્ડીઝના બોલરોએ શાનદાર બોલિંગ કરીને ટીમ ઈન્ડિયાને 350 રનની નજીક પહોંચતા રોકી હતી. આ અંગે પૂરને કહ્યું કે, બધો જ શ્રેય બોલરોને જાય છે. બોલિંગ માટે પિચ સારી હતી. અમે તે દરમિયાન ચર્ચા કરી હતી અને ભારતને 315થી ઓછા સ્કોર પર રોકવાની વાત કરી હતી. અકીલ હુસૈન, અલઝારી જોસેફ સહિત તમામ બોલરો આમ કરવા ઉભા થયા.

અંતમાં પૂરને કહ્યું, “અમે મેચમાં સારી ફિલ્ડિંગની સાથે સાથે અંતિમ ઓવરોમાં પણ સારી બેટિંગ કરી હતી. આપણે એકબીજા પર વિશ્વાસ રાખવો પડશે. અમારી સામે ઘણા પડકારો છે પરંતુ અમે સાચી દિશામાં આગળ વધી રહ્યા છીએ.

Exit mobile version