ODIS

ચેમ્પિયન્સ ટ્રોફી: ઈનામી રકમમાં મોટો ઉછાળો, હવે મળશે આટલા કરોડ રૂપિયા

Pic- wion

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ પાકિસ્તાન અને સંયુક્ત આરબ અમીરાતમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીની ઇનામી રકમમાં 53 ટકાનો વધારો કર્યો છે. હવે વિજેતા ટીમને 22 લાખ 40 હજાર ડોલર (લગભગ 20.8 કરોડ રૂપિયા) મળશે.

રનર-અપને અડધી રકમ, એટલે કે $૧૧ લાખ ૨૦ હજાર (રૂ. 10.4 કરોડ) મળશે. સેમિફાઇનલમાં હારનારી ટીમોને $560,000 (રૂ. 5.2 કરોડ) મળશે. કુલ ઈનામી રકમ વધારીને 60 લાખ 90 હજાર ડોલર કરવામાં આવી છે.

૧૯ ફેબ્રુઆરીથી શરૂ થનારી ટુર્નામેન્ટ પહેલા ICC ના પ્રમુખ જય શાહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘આ ઈનામી રકમ રમતમાં રોકાણ કરવા અને આપણી સ્પર્ધાઓની વૈશ્વિક પ્રતિષ્ઠા જાળવવા માટે ICC ની પ્રતિબદ્ધતા દર્શાવે છે.’

ગ્રુપ સ્ટેજ જીતનારી કોઈપણ ટીમને $34,000 ની ઈનામી રકમ મળશે. પાંચમા કે છઠ્ઠા સ્થાને રહેનારી દરેક ટીમને USD 350,000 મળશે, જ્યારે સાતમા અને આઠમા સ્થાને રહેનારી ટીમોને USD 140,000 મળશે.

Exit mobile version