ICC એ IPL પહેલા તાજેતરની રેન્કિંગ જાહેર કરી છે. આ વખતે રેન્કિંગમાં મોટા ઉતાર-ચઢાવ આવ્યા છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્માને ODI રેન્કિંગમાં ફાયદો થયો છે.
શુભમન ગિલ ODI રેન્કિંગમાં પાંચમા નંબર પર છે. જો વનડેમાં બેટ્સમેનોની રેન્કિંગની વાત કરીએ તો પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ ટોપ પર છે.
તાજેતરની ICC ODI રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી હવે સાતમા નંબર પર આવી ગયો છે. હવે તેનું રેટિંગ વધીને 719 થઈ ગયું છે. તેને આ વખતે એક સ્થાનનો ફાયદો મળ્યો છે, અગાઉ તે આઠમા નંબર પર હતો. આ સાથે જ કેપ્ટન રોહિત શર્માને પણ એક સ્થાનનો ફાયદો મળ્યો છે, રોહિત હવે નવમાથી આઠમા સ્થાને પહોંચી ગયો છે. તેનું રેટિંગ હવે વધીને 707 થઈ ગયું છે.
ICC પુરુષોની ODI બેટિંગ રેન્કિંગ:
પુરુષોની ODI બેટિંગ રેન્કિંગમાં ટોચના પાંચ ખેલાડીઓ
– બાબર આઝમ, 887 રેટિંગ પોઈન્ટ
– વાન ડેર ડ્યુસેન, 777 રેટિંગ પોઈન્ટ
– ઈમામ ઉલ હક, 740 રેટિંગ પોઈન્ટ
– ક્વિન્ટન ડી કોક, 740 રેટિંગ પોઈન્ટ
– શુભમન ગિલ, 738 રેટિંગ પોઈન્ટ