ધર્મશાલામાં રમાયેલી વર્લ્ડ કપ 2023ની 7મી મેચમાં બાંગ્લાદેશની ટીમને ઈંગ્લેન્ડના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારને કારણે બાંગ્લાદેશની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ 4માંથી બહાર થઈ ગઈ હતી.
હારની સાથે ICCએ ટીમને દંડ પણ ફટકાર્યો છે. આ રીતે શાકિબ અલ હસનની કેપ્ટનશીપવાળી ટીમ બે વખત ફટકો પડ્યો છે. ICCએ ધીમી ઓવર રેટ માટે બાંગ્લાદેશની ટીમને દંડ ફટકાર્યો છે.
મંગળવારે, 10 ઓક્ટોબર, 2023 ના રોજ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની લીગ મેચમાં ઇંગ્લેન્ડ સામે ધીમો ઓવર રેટ જાળવવા બદલ બાંગ્લાદેશને તેની મેચ ફીના 5 ટકા દંડ કરવામાં આવ્યો છે. ICC એલિટ પેનલના મેચ રેફરી જવાગલ શ્રીનાથે શાકિબ અલ હસનની ટીમને સમયસર 50 ઓવર ન નાખવા બદલ સજા કરી હતી. બાંગ્લાદેશની ટીમે એક ઓવર મોડી કરી હતી.
ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે ICC આચાર સંહિતાની કલમ 2.22 હેઠળ, ટીમના દરેક ખેલાડીને એક ઓવરમાં વિલંબ કરવા બદલ મેચ ફીના 5 ટકા દંડ કરવામાં આવે છે. શાકિબ અલ હસને ટીમનો ગુનો સ્વીકાર્યો અને સૂચિત સજા પણ સ્વીકારી. તેથી આ અંગે કોઈ સુનાવણી થશે નહીં.
મેદાન પરના અમ્પાયર અહેસાન રઝા અને પોલ વિલ્સન, થર્ડ અમ્પાયર એડ્રિયન હોલ્ડસ્ટોક અને ચોથા અમ્પાયર કુમાર ધર્મસેનાએ ટીમ પર આ આરોપ લગાવ્યો હતો. આ પહેલા આ વર્લ્ડ કપમાં શ્રીલંકાની ટીમને સ્લો ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો હતો. શ્રીલંકાને તેની મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો કારણ કે ટીમે દક્ષિણ આફ્રિકા સામે બે ઓવર મોડી ફેંકી હતી.
ICC fines Bangladesh team for slow over-rate against England 🏏#ODIWorldCup2023 #ICC #BANvENG #CricketTwitter pic.twitter.com/Tv2BcuItVp
— InsideSport (@InsideSportIND) October 11, 2023