ODIS

ICC મહિલા વર્લ્ડ કપ: ભારત-પાક વચ્ચેની મેચ અહિયાં જોઈ શકાશે

ભારતીય મહિલા ટીમ 6 માર્ચે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી વનડે અને ત્યારબાદ બે વોર્મ-અપ મેચ જીત્યા બાદ શાનદાર ફોર્મમાં છે.

ટીમનો ટોપ ઓર્ડર સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં સ્મૃતિ મંધાના અને દીપ્તિ શર્માએ અડધી સદી ફટકારી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ ન્યૂઝીલેન્ડના બે ઓવલમાં રમાશે.

આ પહેલા બંને ટીમો બે વખત વર્લ્ડ કપમાં રમી ચૂકી છે જેમાં ભારતનો દબદબો છે. ભારતીય ટીમ આ વખતે મિતાલી રાજના નેતૃત્વમાં વર્લ્ડ કપ જીતવાનો પ્રયાસ કરશે. ટીમ છેલ્લી વખત આમ કરવાથી એક ડગલું પાછળ હતી. આ માટે ટીમ ટૂર્નામેન્ટની શરૂઆત જીત સાથે કરે તે ખૂબ જ જરૂરી છે. જો તમે પણ આ મેચનો આનંદ માણવા માંગો છો, તો ચાલો જાણીએ મેચ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ માહિતી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યારે રમાશે મેચ?

– ભારત અને પાકિસ્તાન વચ્ચે આ મેચ 6 માર્ચ, રવિવારે રમાશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યાં રમાશે મેચ?

– આ મેચ બે-ઓવલ માઉન્ટ મૌંગાનુઈ ખાતે રમાશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે કયા સમયે રમાશે મેચ?

– સવારે 6.30 કલાકે મેચ રમાશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો ટોસ કયા સમયે થશે?

– મેચનો ટોસ સાંજે 6 વાગ્યે યોજાશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ક્યાં જોવા મળશે?

– આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને હોટસ્ટાર પર જોઈ શકાશે.

Exit mobile version