ODIS

વર્લ્ડ કપ ઇતિહાસમાં ટોચના 5 સફળ કેપ્ટન, ધોની આ યાદીમાં સામેલ

pic- khel tak

1- રિકી પોન્ટિંગ:

રિકી પોન્ટિંગ ODI વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી સફળ કેપ્ટન છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી રિકી પોન્ટિંગ ICC વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી સફળ કેપ્ટન છે. તેણે 2003 થી 2011 સુધી વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન ટીમનું નેતૃત્વ કર્યું હતું.

તેણે ODI વર્લ્ડ કપમાં 29 મેચોમાં ટીમની કમાન સંભાળી હતી, જેમાં 26માં જીત અને માત્ર બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પોન્ટિંગની જીતની ટકાવારી 89.65 રહી છે.

2- બ્રેન્ડન મેક્કુલમ:

ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમ ICC ODI વર્લ્ડ કપના સૌથી સફળ કેપ્ટનોની યાદીમાં બીજા સ્થાને છે. તેણે 2015 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડની ટીમની કેપ્ટનશિપ કરી હતી. જેમાં તેણે કુલ 9 મેચમાંથી 8 મેચમાં ટીમને જીત અપાવી હતી. તેમની કપ્તાનીમાં ન્યુઝીલેન્ડની ટીમને માત્ર એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે તેની જીતની સરેરાશ 88.88 ટકા રહી છે.

3- ક્લાઇવ લોયડ:

સર ક્લાઈવ લોઈડ વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ક્રિકેટર હતા. તેણે તેની ક્રિકેટ કારકિર્દીમાં કુલ 110 ટેસ્ટ અને 87 વનડે મેચ રમી હતી. જેમાં તેણે 19 સદી અને એક બેવડી સદીની મદદથી ટેસ્ટમાં 7515 રન બનાવ્યા હતા. જ્યારે માત્ર એક સદીની મદદથી તેણે વનડેમાં 1977 રન બનાવ્યા હતા. તેણે 1974 થી 1985 સુધી વેસ્ટ ઈન્ડિઝ ટીમની કમાન સંભાળી હતી. આઈસીસી વર્લ્ડ કપની વાત કરીએ તો તેમની કેપ્ટનશીપમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે કુલ 17 મેચ રમી હતી, જેમાં ટીમ 15માં જીતી હતી અને માત્ર બે મેચ હારી હતી.

4- માઈકલ ક્લાર્ક:

ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેનોમાં માઈકલ ક્લાર્કનો સમાવેશ થાય છે. તેણે પોતાની ટીમ માટે 115 ટેસ્ટ, 245 ODI અને 34 આંતરરાષ્ટ્રીય T20 મેચ રમી હતી. જેમાં તેણે 28 સદી અને 27 અડધી સદીની મદદથી ટેસ્ટમાં 8643 રન બનાવ્યા હતા. જ્યારે 8 સદી અને 58 અડધી સદીની મદદથી તેણે વનડેમાં કુલ 7981 રન બનાવ્યા હતા. માઈકલ ક્લાર્કે તેની કેપ્ટનશીપ હેઠળ 2015માં ઓસ્ટ્રેલિયા માટે વર્લ્ડ કપ જીત્યો હતો. વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે ક્લાર્કનો રેકોર્ડ શાનદાર રહ્યો છે.

5- મહેન્દ્ર સિંહ ધોની:

મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાને 28 વર્ષ બાદ ICC ODI વર્લ્ડ કપ ટ્રોફી જીતાડી હતી. તેની કપ્તાનીમાં ભારતે 2011નો વર્લ્ડ કપ જીત્યો હતો. એમએસ ધોની વર્લ્ડ કપના ઈતિહાસમાં પાંચમો સફળ કેપ્ટન સાબિત થયો છે. તેણે 2011 થી 2015 દરમિયાન વર્લ્ડ કપમાં કુલ 17 મેચોમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. જેમાં ટીમ ઈન્ડિયાએ 82.35ની એવરેજથી 14 મેચ જીતી હતી અને ટીમ ઈન્ડિયાને માત્ર બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

Exit mobile version