ODIS

આજે હારશે તો શરમજનક રેકોર્ડ બનશે, ટીમ ઈન્ડિયાને થશે સૌથી વધુ નુકસાન!

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રવિવારે શ્રેણીની બીજી વનડે મેચ રમાવાની છે. ટીમ ઈન્ડિયા ત્રણ મેચની સીરિઝમાં પહેલાથી જ 0-1થી પાછળ છે, પરંતુ જો ટીમ ઈન્ડિયા રાંચીમાં રમાનાર આ મેચમાં હારી જાય છે તો તેની પાસે એવો રેકોર્ડ બની જશે કે કોઈ પણ ટીમ પોતાના નામે કરવાનું પસંદ નહીં કરે.

જો ટીમ ઈન્ડિયા રાંચીમાં મેચ હારી જાય છે, તો તે તેની ODI ફોર્મેટમાં ઐતિહાસિક હાર હશે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં કુલ 1012 ODI મેચ રમી છે, જે કોઈપણ ટીમ દ્વારા રમાયેલી સૌથી વધુ ODI મેચ છે. આમાં ટીમ ઈન્ડિયાએ 529 મેચ જીતી છે, જ્યારે 433 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયાની 9 મેચ ટાઈ રહી છે, જ્યારે 41માં કોઈ પરિણામ આવ્યું નથી.

સૌથી વધુ ODI હારી ગયેલી ટીમ
• શ્રીલંકા – 434
• ભારત- 433
• વેસ્ટ ઈન્ડિઝ – 402

એટલે કે જો ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે બીજી વનડે હારી જાય છે તો તે સંયુક્ત રીતે ODI ક્રિકેટમાં સૌથી વધુ મેચ હારનારી ટીમ બની જશે. એટલે કે આ એક એવો રેકોર્ડ છે કે જે કોઈ ટીમ તેના નામે કરવાનું પસંદ નહીં કરે.

ભારતીય ટીમ: શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, સંજુ સેમસન, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, અવેશ ખાન, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, રજત પાટીદાર, શાહબાઝ અહેમદ અને રાહુલ ત્રિપાઠી.

Exit mobile version