ODIS

વિરાટ કોહલીની 46મી સદીએ ભારત સાથે પાકિસ્તાનમાં પણ ઉત્સાહ વધાર્યો

શ્રીલંકા વિરૂદ્ધ 3 મેચની વનડે શ્રેણીની શરૂઆત સદીથી કરનાર વિરાટ કોહલીએ ત્રીજી વનડેમાં પણ શાનદાર સદી ફટકારી હતી. કોહલીએ ODI કારકિર્દીની 46મી અડધી સદી 85 બોલમાં પૂરી કરી હતી. આ સાથે કોહલી વનડેમાં એક દેશ સામે સૌથી વધુ સદી (10 સદી) ફટકારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. કોહલી હવે સચિન તેંડુલકરના રેકોર્ડ (49 સદી)થી ત્રણ સદી દૂર છે.

કોહલીની શાનદાર સદીનો પડઘો સમગ્ર ક્રિકેટ જગતમાં સંભળાઈ રહ્યો છે અને સોશિયલ મીડિયા પર કોહલીના વખાણમાં શબ્દોનો પૂર આવ્યો. ક્રિકેટરોથી લઈને ચાહકો સુધી દરેક સોશિયલ મીડિયા પર પોતાના ફેવરિટ બેટ્સમેન માટે ચીયર કરી રહ્યા છે.

ઈરફાન પઠાણે લખ્યું, “વિરાટ કોહલીએ શ્રેણીની શરૂઆત 100થી કરી હતી અને તેનો અંત સદી સાથે કર્યો હતો.”

પાકિસ્તાની ક્રિકેટર કામરાન અકમલે લખ્યું: “રન મશીન, દ કિંગ, કોહલીની 46મી ODI સદી…તે આ યુગનો બોસ છે.”

હસન અલીએ પણ કોહલીને તેની 46મી ODI સદી ફટકારવા બદલ ટ્વિટર પર અભિનંદન પાઠવ્યા હતા.

Exit mobile version